ઝિમ્બાબ્વેના એ બૉલર જેમણે એકલા હાથે ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી

ઇમેજ સ્રોત, Ishara S. KODIKARA / AFP via Getty Images
શ્રીલંકાના કોલંબો ખાતે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા ટી20 વર્લ્ડકપના એક મુકાબલામાં ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને 23 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે.
આ મૅચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 169 રન બનાવ્યા હતા.
જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમ 19.3 ઓવરમાં 146 રન બનાવીને જ ઑલઆઉટ થઈ ગઈ.
ઝિમ્બાબ્વેની આ મોટી જીતના હીરો રહ્યા તેમના બૉલર બ્લેસિંગ મુજરબાની, જેઓ આ જીત બાદ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.
29 વર્ષીય બ્લેસિંગ મુજરબાનીએ મૅચ વિનિંગ બૉલિંગ પ્રદર્શન કરતાં ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ઑસ્ટ્રેલિયાના ચાર બૅટ્સમૅનોને પેવેલિયન પરત મોકલી આપ્યા.
જોકે, બ્લેસિંગ મુજરબાનીને ઇન્ટરનૅશનલ ક્રિકેટનો સારો એવો અનુભવ છે. તેમણે વર્ષ 2018માં ટી20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યૂ કર્યું હતું.
અત્યાર સુધી તેમણે 85 ટી20 ઇન્ટરનૅશનલ મૅચ રમી છે, જેમાં તેમણે 100 વિકેટ ખેરવી છે.
બ્લેસિંગ મુજરબાની તેમની કસાયેલી બૉલિંગ માટે જાણીતા છે અને તેમણે અત્યાર સુધી આ 84 મૅચોમાં 7.14ના ઇકૉનૉમી રેટથી જ રન ખર્ચ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Robert Cianflone/Getty Images
21 વર્ષની ઉંમરે મુજરબાનીએ જ્યારે ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેમની ઊંચાઈ અંગે ઘણી ચર્ચા થઈ હતી.
તેમની ઊંચાઈ છ ફૂટ આઠ ઇંચ છે અને તેઓ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બૉલર મોર્ને મોર્કેલથી પણ ઊંચા છે.
ટી20 ક્રિકેટથી અલગ મુજરબાનીએ ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મુજરબાની વર્ષ 2025માં ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા સૌથી વધુ વિકેટ લેનારા બૉલર હતા.
તેમણે ગત દસ ટેસ્ટમાં 42 વિકેટ ખેરવી છે.
આ દરમિયાન તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક ઇનિંગમાં 58 રન ખર્ચ કરીને સાત વિકેટ ખેરવવાનું રહ્યું છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ સિવાય ફ્રેન્ચાઇઝી લીગમાં પણ મુઝરબાની બૉલિંગથી કમાલ કરતા રહ્યા છે.
પાકિસ્તાન સુપર લીગમાં વર્ષ 2021 મુલતાન સુલતાન તરફથી રમતી વખતે તેમણે છ મૅચમાં દસ વિકેટ લીધી. તેમણએ એ સમયે મુલતાન સુલતાનને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
એ બાદ વર્ષ 2022માં લખનૌ સુપર જાયન્ટ્સે તેમને નેટ બૉલર તરીકે પસંદ કર્યા હતા. જોકે, અત્યાર સુધી તેમને આઇપીએલમાં રમવાની તક નથી મળી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












