ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી

નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ આપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, FB/Nitin Patel

ઇમેજ કૅપ્શન, ચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ (કડી, ઊંઝા, ગણદેવી) જીતી લીધી છે.
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 7 મિનિટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફૉર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ પછી કેટલીક બેઠકો પર વિપક્ષોના ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચી લીધાં હતાં, આમ મતદાન પહેલાં જ ભાજપે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ (કડી, ઊંઝા, ગણદેવી) જીતી લીધી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી છે, 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાવવાની છે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.

ચૂંટણીમાં ફૉર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ પછી ઘણી નગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થયું હતું, જાણકારોના કહેવા પ્રમાણે તેમાં 'ફાયદો' ભાજપને દેખાઈ રહ્યો છે.

આ કિસ્સાઓમાં મોટાભાગની સીટો પર કૉંગ્રેસ સહિત વિપક્ષ અને અપક્ષના ઉમેદવારોએ ફૉર્મ પાછું ખેંચ્યું હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીતી રહ્યા છે.

તેમાં ગુજરાતની ત્રણ નગરપાલિકામાં ભાજપે પોતાની જીત સુનિશ્ચિત કરી લીધી છે જેમાં કડી, ઉના અને ગણદેવીનો સમાવેશ થાય છે.

રાજકીય વિશ્લેષકો આ બાબતને ક્યાંક 'વિપક્ષની તૈયારીનો અભાવ, તો ક્યાંક લોકશાહીમાં મતદારોના અધિકારો પર જોખમ' સમાન જોઈ રહ્યા છે.

કેવી રીતે ભાજપે કડી, ઊંઝા, ગણદેવી નગરપાલિકા જીતી?

નીતિન પટેલ, ભાજપ, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ આપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, FB/ Nitin Patel

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મતદાન પહેલાં જ ભાજપે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ કબજે કરી લીધી હતી.

મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકામાં ભાજપે બહુમતીનો આંકડો પાર કર્યો છે, જેમાં 9 વૉર્ડની 36 માંથી 22 બેઠકો બિનહરીફ રહી છે.

ચૂંટણી અધિકારી બિરેન પટેલે પીટીઆઈને જણાવ્યું હતું કે, "બુધવાર સુધીમાં 14 ઉમેદવારીપત્રો પાછાં ખેંચવામાં આવ્યાં હતાં, જ્યારે ચકાસણી દરમિયાન 44 ફૉર્મ નામંજૂર કરવામાં આવ્યાં હતાં."

"36માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. બાકીની 14 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે."

મહેસાણાની કડી નગરપાલિકામાં, અપક્ષો અને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ભાજપે 36 માંથી 28 બેઠકો પર ભાજપે જીત મેળવી.

રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, 23 ફૉર્મ રદ કરવામાં આવ્યાં હતાં, જ્યારે પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા.

કુલ નવ વૉર્ડમાંથી, ભાજપે સાત વૉર્ડ બિનહરીફ જીત્યા, જ્યારે બે વૉર્ડમાં આઠ બેઠકો માટે ચૂંટણી થશે.

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં શું બન્યું?

નીતિન પટેલ, ભાજપ, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ આપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, FB Amit chavda

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવસારીની ગણદેવી નગરપાલિકાની 24માંથી 22 બેઠકો પર ભાજપ બિન હરીફ જીતી ગયું છે. બાકી રહેલી બે બેઠકો પર પણ એક જ વ્યક્તિ અપક્ષ તરીકે લડી રહી છે.

ભાજપના ગણદેવી શહેરના પ્રમુખ ડૉ. હાર્દિક વૈદ્ય બીબીસી ગુજરાતીને જણાવે છે, "ફૉર્મ ભરવાની છેલ્લી તારીખે નિયત સમયમાં ચૂંટણી અધિકારીની ઑફિસે કૉંગ્રેસ પાર્ટીના મૅન્ડેન્ટ પહોંચી શક્યા ન હતા. થોડી મિનિટ મોડા પડ્યા હોવાથી ચૂંટણી પ્રાંત અધિકારીએ તે ફૉર્મ સ્વીકાર્યાં ન હતાં. તે સિવાય ઘણા અપક્ષ ઉમેરવારોનાં ફૉર્મ માહિતીની ભૂલો હોવાથી રદ થયાં હતાં. અને એક ફૉર્મ 15 એપ્રિલે પાછું ખેંચાતા હાલ કુલ 24માંથી 22 બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગયો છે"

ગણદેવી જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ મયુર મિસ્ત્રી બીબીસી ગુજરાતીને જણાવે છે, "ફૉર્મ જમા કરવાનાં હતાં ત્યારે અઢીથી ત્રણ વાગ્યા સુધી બધા જ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કર્યાં હતાં. પછી અમારા જિલ્લાના મંત્રી પાસે મૅન્ડેટ હતા તે કામમાં હોવાથી મૅન્ડેટ આપવાના રહી ગયા હતા. ત્રણ વાગી ગયા એટલે પ્રાંત અધિકારીએ કહ્યું કે, ત્રણ વાગ્યાની સમયમર્યાદા નીકળી જતાં હવે મૅન્ડેટ સ્વીકારવામાં આવશે નહીં. આ રીતની સમસ્યા થઈ હતી."

ચૂંટણી પ્રાંત અધિકારી મીતેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ફૉર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારોએ મૅન્ડેટ 3 વાગ્યા સુધીમાં અહિયાં રજૂ કરવાના હતા, પરંતુ કૉંગ્રેસનાં 16 ફૉર્મ મેન્ડેટ રજૂ કરવાની સમય મર્યાદા વિત્યાના 20 મિનિટ પછી લઈને આવ્યાં તેથી સ્વીકારાયા ન હતાં, તેથી તે રદ થયાં."

"કેટલાંય ફૉર્મમાં ઍફિડેવિટ પણ નહોતાં. આ ઉપરાંત અપક્ષ તરફનાં ફૉર્મ ના મંજૂર થયા તો કેટલાકે ફૉર્મ પાછા પણ ખેંચ્યાં હતાં. જેમાં કેટલાંક ફૉર્મમાં ટેકો આપનાર વ્યક્તિનું ડુપ્લિકેશન જોવા મળતાં તે રદ કરવામાં આવ્યાં હતાં," મીતેશ પટેલે જણાવ્યું

તેમણે કહ્યું, "તેથી 24માંથી 22 સીટ પર એક- એક જ ઉમેદવાર બચ્યા તે ભારતીય જનતા પક્ષના હતા તેથી તે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. બાકી રહેલી બે બેઠકો પર પણ એક જ વ્યક્તિ અપક્ષ તરીકે લડી રહ્યા છે."

રાજકીય વિશ્લેષકો શું કહે છે?

મહાનગરપાલિકા ચૂંટણી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ નીતિન પટેલ, ભાજપ, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ આપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય વિશ્લેષકો અનુસાર ચૂંટણીને બિનહરીફ જીતી જવું, તે મતદારો પર માનસિક અસર પેદા કરે છે.

દક્ષિણ ગુજરાતથી રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે કે, "ત્રણ નગરપાલિકા મતદાન પહેલાં જ ભાજપ જીતી ગયો છે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કરે છે તો તે બાબતે વિપક્ષોએ જાગૃત રહેવું જોઈતું હતું."

"આવી બાબતોથી લોકો પર સાયકૉલૉજિકલ અસર પેદા થાય છે, અસર એવી થાય કે, વિપક્ષ પાસે કોઈ પણ ચૂંટણી સરખી રીતે લડી શકે તેવા સક્ષમ ઉમેદવારો નથી. તેમજ જે છે તે પણ પક્ષ પલટો કરીને જતાં રહે છે," નરેશ વરિયા જણાવે છે.

નરેશ વરિયા કહે છે, "લોકોના મનમાં ભાજપ એવું પ્રથાપિત કરે છે કે, મૅનેજમેન્ટના અભાવે કૉંગ્રેસ નબળી છે, આમ આદમી પાર્ટી પણ સક્ષમ ઉમેદવાર નથી લાવી શકી."

"સાથે તે સમજવાની જરૂર છે કે, ભારતીય જનતા પાર્ટી જેવી સામે ચૂંટણી લડતી વખતે વિપક્ષે વધુ સતર્ક રહેવાની જરૂર છે," વરિયા જણાવે છે.

ત્યારે ઉત્તર ગુજરાતથી રાજકીય વિશ્લેષક રાજેશ ઠક્કર બીબીસી ગુજરાતીને જણાવે છે, ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણીમાં ઊતરે તો પણ હારી જાય તેવી પરિસ્થિતિમાં નથી.

રાજેશ ઠક્કર કહે છે, "મુખ્ય બાબત છે કે, વિપક્ષની જે તૈયારીઓ હોવી જોઈતી હતી તેમાં કચાશ જોવા મળી છે. અને છીંડું જોઈને બાકોરું પાડવું ભારતીય જનતા પાર્ટી માટે સરળ હતું."

રાજેશ ઠક્કર જણાવે છે, "આવી બાબતો ખાસ કરીને જનતાનો મત આપવાનો અધિકાર છીનવાતો હોય છે, તેને પણ રાજનીતિ ગણવામાં આવે છે, પણ લોકોમાં પણ તેની ચર્ચા જોવા મળતી નથી."

"જોકે, લોકોમાં તે નેરેટિવ ફિટ કરવામાં આવે છે કે, કૉંગ્રેસ ચૂંટણી પહેલાં જ હારી જાય છે. તેવું લાગે છે વિપક્ષ ખતમ થઈ રહ્યો છે. લોકો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિકલ્પ જોતાં નથી તેવો એક નેરેટિવ પણ ચૂંટણીના પ્રચાર પહેલાં જ અહીં શરૂ થઈ જાય છે," એમ રાજેશ ઠક્કર ઉમેરે છે.

રાજકીય પક્ષો શું કહે છે?

ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ કેટલીક બેઠકો પર બિનહરીફ કેમ જીતી રહ્યો છે? નીતિન પટેલ, ભાજપ, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ આપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

કડીથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, જેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હું 1995ની સાલથી ચૂંટણી લડું છું, આ ઉમેદવારોનું ફૉર્મ પાછું ખેંચવા જે દબાણ સર્જાય છે તે રાજકીય કિન્નાખોરી છે."

"આ ફૉર્મ પાછું ખેંચવા દબાણ સર્જવાની ભાજપની રણનીતિ વર્ષો જૂની છે. આવું કરીને ભાજપ મતદાતાઓ સામે અટ્ટહાસ કરે છે, તેવું લાગે છે. લોકશાહી માટે આ ખતરનાક છે. આ વિસ્તારમાં પાછું ખેંચવાની બાબતને લઈને અગાઉ પણ આવું બનતું રહ્યું છે."

રમેશ ચાવડા કહે છે, "પોલીસ ભાજપ સાથે વહીવટી તંત્ર અને કાયદો વ્યવસ્થા ભાજપ સાથે છે, તેથી સિસ્ટમ દ્વારા પણ એક દબાણ સર્જાતું હોય છે."

"2021માં એક જ સીટ હતી ત્યારે હું જીતી ગયો હતો." પણ તેમનું કહેવું છે આ વખતે પરિસ્થિતિ અલગ છે.

કડીમાંથી ભાજપના પૂર્વ કૉર્પોરેટર જગદીશ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "કડી ભારતીય જનતા પાર્ટીની સુરક્ષિત સીટ છે. ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટીનો નેતા કે, કાર્યકરનો એક બીજાથી અસંતોષ હોય શકે છે, તેમ છતાં પાર્ટી સામે બળવો કરે નહીં તે ભાજપ સાથે જ જોડાયેલો રહે છે."

તેમણે દાવો કર્યો કે, "કૉંગ્રેસમાંથી ઊભા રહેવા કોઈ તૈયાર નથી."

જ્યારે કડીમાં હાલ મોટાભાગના વૉર્ડ બિનહરીફ થઈ ગયા છે, માત્ર બે બાકી છે જેમાં વૉર્ડ નંબર 2 અને 5 છે.

કૉંગ્રેસના રમેશ ચાવડાએ દાવો કર્યો કે, "આમ આ બાકી રહેલા ઉમેદવારો એટલે કે અમે ભાજપને અમારા પર દબાણથી દૂર રાખવામાં સફળ રહ્યા છીએ. તેમ છતાં નગરપાલિકામાં ભાજપની બહુમતી આવી ગઈ છે, પણ જો આ બે વૉર્ડને પણ ન અમે સાચવ્યા હોત તો એ બંને વૉર્ડ પણ જતા રહ્યા હોત."

મનીશ દોષી, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી નીતિન પટેલ, ભાજપ, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત નીતિન પટેલ ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે ત્રણ નગરપાલિકાઓ બિનહરીફ કેવી રીતે જીતી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ આપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Indian National Congress Gujarat FB

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દાવો કર્યો કે, 700 જેટલા ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમણે વિપક્ષના આરોપોનું ખંડન કરતા કહ્યું હતું, " સત્ય એ છે કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નથી."

ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક સભામાં સંબોધન કરતાં જણાવ્યું કે, "દર વખતે વિપક્ષ ચૂંટણી પરિણામ પહેલાં ઇવીએમના વાંક કાઢતો હતો આ વખતે ફૉર્મ ભરવાના દિવસ પહેલાથી જ નવા આક્ષેપો ચાલુ કર્યા છે, અને પોલીસના નામે રોવાનું ચાલુ કર્યું છે. ફૉર્મ ભરવાના દિવસે ગુજરાત 20થી વધારે એવી જગ્યા હતી જ્યાં કૉંગ્રેસને કોઈ ઉમેદવાર મળ્યા નથી, અને જ્યાં મળ્યા જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકોના વિરોધનો સામનો કર્યો તેથી ફૉર્મ ખેંચવાની છેલ્લી તારીખે 700થી વધુ ઉમેરવારોએ ફૉર્મ પાછા ખેંચી લીધા હતા."

ત્યારે વીસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો જેમાં તેમણે કહ્યું કે, "ધાક ધમકીથી ઉમેદવારોને ફૉર્મ પાછા ખેંચાવડાવવામાં આવી રહ્યાં છે, આવી ઘટના અગાઉ ક્યારેય ગુજરાતમાં નથી બની. આ વખતે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતની નગરપાલિકાની 700થી વધુ બેઠકો બિન હરીફ જીતી છે, તે લોકશાહી માટે ઘાતક છે."

કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સંબોધેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું, "કૉંગ્રેસના ઉમેદવારોનાં ફૉર્મ પાછા ખેંચાવવા ભાજપના કાર્યકરો હિંસા પર પણ ઊતરી ગયા છે, ધાકધમકી આપવામાં આવી રહી છે."

ગુજરાત સરકાર વિપક્ષના આ તમામ આરોપોનો જવાબ આપે છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાની એક જાહેરસભામાં વિપક્ષોના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું, "મહેસાણાની જનતાનો આ ઉત્સાહ સાક્ષી છે કે ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ જ ચાલે છે."

"લીંચની સભામાં જોવા મળેલો આ ઉત્સાહ અને કડી-મહેસાણામાં ભાજપના ઉમેદવારોનું બિનહરીફ ચૂંટાવું એ જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે. આ ભવ્ય વિજયની શરૂઆત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન