1989ના રાજીવ ગાંધીના ગુજરાત પ્રવાસની દુર્લભ તસવીરો

રાજીવ ગાંધીએ ગુજરાતનો ચાર દિવસનો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન રેલવે અને રોડ બંને મારફતે તેમણે મુસાફરી કરી હતી.

આજે(20-08-2018) પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઑગસ્ટ 1944નાં રોજ મુંબઈમાં થયો હતો.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, આજે (20-08-2018) પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી છે. તેમનો જન્મ 20 ઑગસ્ટ 1944નાં રોજ મુંબઈમાં થયો હતો.
ગાંધીએ ૧૯૮૯માં ગુજરાતનો ચાર દિવસનો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન રેલવે અને રોડ બંને મારફતે તેમણે મુસાફરી કરી હતી.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ગાંધીએ ૧૯૮૯માં ગુજરાતનો ચાર દિવસનો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન રેલવે અને રોડ બંને મારફતે તેમણે મુસાફરી કરી હતી.
રાજીવ ગાંધીએ પોતાની આ ગુજરાત યાત્રા દરમ્યાન આંતરિયાળ ગામડાંઓની પણ મુલાકાત લીધી હતી. તે સમયે યુવા નેતા રાજીવ ગાંધી હાથમાં મેગાફોન દ્વારા લોકોને સંબોધતા હતા.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રાજીવ ગાંધીએ પોતાની આ ગુજરાત યાત્રા દરમ્યાન આંતરિયાળ ગામડાંઓની પણ મુલાકાત લીધી હતી, તેઓ હાથમાં મેગાફોન દ્વારા લોકોને સંબોધતા હતા.
તે સમયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી જયેશ શાહ તેમના સ્મરણો વાગોળતા કહે છે કે "સતત ચાર દિવસ સુધી વહેલી સવારથી લઇ રાત સુધી રાજીવ ગાંધી પ્રવાસ કરતા હતા. આ દરમિયાન રાજીવના ચહેરા પર ક્યારેય મેં થાક જોયો નથી"

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, તે સમયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી જયેશ શાહ તેમના સ્મરણો વાગોળતા કહે છે કે "સતત ચાર દિવસ સુધી વહેલી સવારથી લઇ રાત સુધી રાજીવ ગાંધી પ્રવાસ કરતા રહ્યા. આ દરમિયાન તેમના ચહેરા પર ક્યારેય મેં થાક જોયો નથી"
રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે ભારતના વડા પ્રધાન બન્યા હતા. તેઓ ભારતના સૌથી નાની ઉંમરના વડા પ્રધાન બનવાનો કીર્તિમાન ધરાવે છે.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે ભારતના વડા પ્રધાન બન્યા હતા. તેઓ ભારતના સૌથી નાની ઉંમરના વડા પ્રધાન બનવાનો કીર્તિમાન ધરાવે છે.
રાજીવે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજ અને લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રાજીવે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજ અને લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું.
1991માં 21 મેનાં રોજ ચેન્નાઈ પાસે શ્રીપેરમ્બદૂરમાં એક ચૂંટણીપ્રચાર દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરી હતી.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 1991માં તા. 21 મેનાં રોજ ચેન્નાઈ પાસે શ્રીપેરમ્બદૂરમાં એક ચૂંટણીપ્રચાર કાર્યક્રમ દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.