રાજકોટ ચૂંટણી પરિણામ 2019 : ભાજપના મોહનભાઈ કુંડારિયા તથા કૉંગ્રેસના લલિત કગથરા વચ્ચે ટક્કર

ઇમેજ સ્રોત, Mhanbhai SM
સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર ગણાતી રાજકોટની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારિયાને ફરી એક વખત ટિકિટ આપી છે.
કૉંગ્રેસે ટંકારાની બેઠક ઉપરથી વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા હતા.
પરંપરાગત રીતે આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આ બેઠક ઉપરથી પ્રતિનિધિ હોવાને કારણે તેમના માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ છે.
કૉંગ્રેસે કગથરા સહિત કુલ આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી.
કેશુભાઈ પટેલ તથા હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં ભાજપના ગઢ સ્થાપિત કર્યો.
2009ની ચૂંટણીને બાદ કરતા છેલ્લા લગભગ અઢી દાયકાથી રાજકોટની બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. 2009માં ભાજપ પાસેથી આ બેઠક ઝૂંટવનારા કુંવરજીભાઈ બાવળિયા હવે ભાજપમાં છે અને રાજ્ય સરકારમાં કૅબિનેટ કક્ષાના મંત્રી છે.
2014માં વડા પ્રધાન મોદીની સાથે કુંડારિયાએ મંત્રી તરીકે શપથ લીધા, બાદમાં 2016માં મોદીએ પ્રધાનમંડળનું પુનર્ગઠન કર્યું ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.
ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામીણ (SC) અને જસદણ વિધાનસભા બેઠકો તેના હેઠળ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટની બેઠક આંકડામાં
રાજકોટમાં 63.15% મતદાન નોંધાયું હતું.
658928 પુરુષ, 530781 તથા અન્ય બે એ મતાધિકારનો ઉપયોક કર્યો
કુલ 1189711લોકોએ મતદાન કર્યું
979670 પુરુષ, 904178 મહિલા, 18 અન્ય સહિત કુલ 1883866 મતદાતા
2014માં 63.89 ટકા મતદાન


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












