CAA-NRC : દિલ્હીમાં ઠંડીનો પારો 2.4 પહોંચ્યો પરંતુ મહિલાઓનું આંદોલન હજી ગરમ
દિલ્હીમાં ઠંડી તેનો રેકર્ડ બ્રેક કરી રહી છે, તેવામાં અનેક મહિલા ઓખલાના શાહીનબાગ વિસ્તારમાં ખુલ્લામાં ધરણાં કરી રહી છે.
શનિવારે સવારે 6 વાગે દિલ્હીનું તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા બે દાયકાની સૌથી વધારે ઠંડી પડી રહી છે.
જોકે, કડકડતી ઠંડીની પણ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી સામેના આંદોલન પર કોઈ અસર નથી થઈ રહી.
નવા નાગરિકતા કાયદા અને એનઆરસી સામે દેશના અન્ય ભાગોમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનથી અલગ શાહીનબાગની આ મહિલાઓ દેશ અને ભારતીય સંવિધાનના વખાણના સૂત્રોચ્ચાર કરે છે.
તેઓ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીનો વિરોધ કરે છે. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગે મહિલાઓ સામેલ છે.
એમાં પણ મોટી સંખ્યામાં ગૃહિણીઓ છે. શું કહે છે આ મહિલાઓ? જૂઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો