કોરોના વાઇરસ ટ્રાવેલ : ટ્રેન, બસ અને હવાઈ સફરની દુનિયા ભવિષ્યમાં કેવી થઈ જશે?

કોરોના
વાંચવાનો સમય: 6 મિનિટ

શમ્સુદ્દીન ગત 40 વર્ષથી ટૂર ગાઈડનું કામ કરી રહ્યા છે. તેમણે આ વર્ષે 40 વ્યક્તિઓને આગ્રાનો તાજમહેલ બતાડ્યો છે.

જેમાં બ્રિટનના રાજકુમારી ડાયનાનો પણ સમાવેશ થાય છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણે થોડો સમય કોરોના વાઇરસની સાથે જ પસાર કરવો પડશે તો શમ્સુદ્દીનનું કહેવું છે કે પર્યટનનો વ્યવ્સાય સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

તેમનું કહેવું છે કે, લૉકડાઉનમાં છૂટછાટ પછી પણ પ્રવાસની રીત આવનારા મહિનાઓ અને વર્ષો સુધી એવી જ રહેશે જેવી પહેલાં હતી. હવે સમૂહની જગ્યાએ લોકો એકલા અથવા જોડીઓમાં જ ફરશે.

તે કહે છે, “કલ્પના કરો કે આવનારા સમયમાં તમે તાજમહલની બહાર માસ્ક પહેરીને પોતાનો ફોટો પડાવી રહ્યા છો.”

ઘણી મોટી શક્યતા છે કે તમામ પર્યટન સ્થળ અને ઐતિહાસિક સ્થળે માસ્ક પહેરીને જવાનો પ્રોટોકૉલ લાગુ થાય. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય કરવામાં આવે. જેના કારણે એક નક્કી સંખ્યામાં જ લોકો પહોંચી શકે.

line

હવાઈ મુસાફરી

કોરોના

હવાઈ મુસાફરીના જાણકાર અશ્વિની ફડનીસ કહે છે કે ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશને (આઈએટીએ) સૂચિત પ્રોટોકૉલ ‘બાયોસિક્યુરિટી ફૉર ઍર ટ્રાન્સપોર્ટ : અ રોડમૅપ ફોર રિસ્ટાર્ટિંગ ઍવિએશન’ જાહેર કરી ચૂક્યું છે.

આમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનાર મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. આવા જ એક પ્રોટોકૉલ પર ભારતનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ કામ કરી રહ્યું છે.

જેમ વિદેશોમાં ઍરપોર્ટ પર આવતા મુસાફરોના સ્ક્રિનિંગ માટે કમ્પ્યુટર લગાવવામાં આવ્યા છે તેવા જ ભારતમાં લગાવવાની યોજના પર સરકાર કામ કરી રહી છે જેથી ઍરપૉર્ટના અધિકારીઓ મુસાફરોની નજીક જવાનું ટાળી શકે.

પ્રોટોકૉલ પ્રમાણે વેબ-ચેક ઇન તો અનિવાર્ય હશે પરંતુ મુસાફરોએ પોતાની સાથે પ્રિન્ટેડ બૉર્ડિંગ પાસ પણ રાખવો પડશે. આ સિવાય પોતાના સામનનું ચેક-ઇન પણ જાતે કરવું પડશે.

અશ્વિની ફડનીસ કહે છે, “કેટલીક ફ્લાઇટમાં મુસાફરો હવે ઍરહૉસ્ટેસના હસતાં ચહેરાને નહીં જોઈ શકે કારણ કે કેટલીક ઍર લાઇન્સ કંપનીએ પોતાના ક્રૂ મેમ્બર માટે પીપીઈ ફરજિયાત કરવા વિચારી રહી છે.”

પરંતુ આ દરમિયાન આપણે ફ્લાઇટ્સની વચ્ચે ખાલી સીટમાં મુસાફરને બેસવા દેવાના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. પહેલાં એ નક્કી થયું હતુ કે વચ્ચેની સીટ ખાલી રહેશે. અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. આમાં અમિરાત અને ઍર કતાર પણ સામેલ છે.

જોકે, અશ્વિની કહે છે કે ફ્લાઇટ પ્રોટોકૉલમાં સતત પરિવર્તન થઈ રહ્યા છે અને આવનારા સમયમાં કેટલાંક નવા પ્રોટોકૉલ આવી શકે છે.

ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સરખામણીમાં મોટો પડકાર જોવા મળશે કારણ કે અલગ-અલગ રાજ્યોમાં પોતાના અલગ પ્રોટોકૉલ હશે.

જેમ કે દિલ્હીથી કોઈ મુસાફર એવા રાજ્યમાં જાય છે જ્યાં કોરોનાનું સંક્રમણ એટલું નહીં હોય તો પછી તેમના માટે નિયમ કડક હશે. બની શકે છે કે 14 દિવસના ક્વોરૅન્ટિનનો સમયગાળો લૉકડાઉન પૂર્ણ થયા પછીના મહિનાઓમાં પણ ચાલુ રહે.

આઈએટીએના દિશાનિર્દેશ પ્રમાણે આવનારા મહિનામાં ફ્લાઇટની અંદર તમામ મુસાફર માટે ચહેરો ઢાંકવો અનિવાર્ય રહેશે. કેબિન અને કેટરિંગ સર્વિસમાં પણ અમે કાપ જોઈ રહ્યા છીએ જેથી મુસાફર અને ક્રૂ મેમ્બર ઓછામાં ઓછા સંપર્કમાં આવે.

ફડનીસ કહે છે કે ઍરલાઇન્સ કંપનીઓ અલ્ટ્રા-વાયોલેટ ટેકનિકનો ઉપયોગ કરીને મુસાફરી પહેલાં ઍરક્રાફટને સેનિટાઇઝ કરે તેવા નિર્દેશ જાહેર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયના કેટલાંક સૂત્રોનું કહેવું છે કે પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર અનિવાર્યપણે ચહેરો ઢાંકેલો રાખે તેવા નિર્દેશ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

line

રેલવે મુસાફરી

કોરોના

ટ્રેનમાં મુસાફરી આવનારા દિવસોમાં ઘણી મુશ્કેલ સાબિત થઈ શકે છે. રેલવે મંત્રાલયના એક ટોચના અધિકારીનું કહેવું છે કે ભવિષ્યમાં રેલવેના એક ડબ્બામાં અને પછી સાથે સાથે પ્લૅટફોર્મ પર પણ નિશ્ચિત સંખ્યામાં મુસાફરોની પરવાનગી રહેશે જેથી યોગ્ય ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે.

મોટા ભાગની ટ્રેનોમાં થ્રી ટીયરવાળા સ્લિપર્સ હોય છે એટલા માટે વચ્ચે વાળી સીટ હઠાવવામાં આવી રહી છે જેથી યાત્રીઓની વચ્ચે યોગ્ય પ્રમાણમાં અંતર રાખી શકાય.

ડબ્બાઓની અંદરની બનાવટમાં એ પ્રકારનું પરિવર્તન કરવામાં આવી રહ્યું છે કે મુસાફરોને એ ખ્યાલ આવી જાય કે શૌચાલય ખાલી છે કે નહીં અને તેમને લાઇનમાં ન લાગવું પડે.

line

આવનારા સમયમાં તમે કેવી રીતે કરશો મુસાફરી

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જોકે હાલ સુધી સ્પષ્ટ નથી થયું કે પેન્ટ્રી કાર જ્યાં ખાવાનું બને છે, તેની સર્વિસ ચાલુ રહેશે કે નહીં. સંભવ છે કે માત્ર પાણી અને પૅકિંગમાં મળતું જ ખાવાનું આપવાનું ચાલુ રહે. આપણે એ જુના સમયમાં પરત ફરીશું જ્યારે મુસાફરો ઘરેથી પોતાના તકિયા અને ચાદર લઈને આવતા હતા.

ફડનીસ કહે છે, “રેલવે સ્ટેશન હવે ઍરપૉર્ટ જેવા થઈ જશે. ઍરપૉર્ટની જેમ સ્ટેશન પર પણ આ પ્રોટોકૉલનું પાલન કરવું પડશે જે પ્રકારે ટ્રેન ખુલવાના ચાર કલાક પહેલા તમારે સ્ટેશન પહોંચીને રિપોર્ટ કરવું પડશે. સ્ક્રિનિંગની એ તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે જેવું ઍરપૉર્ટ પર થાય છે.”

જોકે, રેલવે શૌચાલય પછી સેનિટાઇઝર આપશે પરંતુ તમારે તમારું સેનિટાઇઝર સાથે લઈને જવું અનિવાર્ય રહેશે.

ટ્રેનનું પરિચાલન લૉકડાઉન દરમિયાન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. પરંતુ હવે ધીમે-ધીમે કેટલીક ટ્રેન ચાલવાની શરૂ થઈ ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યારે ટ્રેનોનું પરિચાલન સંપૂર્ણપણે શરૂ થઈ જશે તો પછી નવી નિયમ પ્રભાવમાં આવી શકે છે.

line

માર્ગ પરિવહન

કોરોના

રાષ્ટ્રીય રાજમાર્ગોની ભારતના ખૂણે-ખૂણે સામાન પહોંચાડવામાં અને આંતર-રાજ્ય પરિવહનમાં મહત્ત્વની ભૂમિકા છે.

આ રાજમાર્ગોની આસપાસ બનેલાં ઢાબાનો પણ ઘણો ક્રેઝ હતો. ત્યાં સુધી કે મોટા શહેરોમાં રહેતાં લોકોમાં પણ આનો જબરજસ્ત ક્રેઝ હતો. આ રાજમાર્ગોમાં રોમાન્સનો અહેસાસ પણ જોડાયેલો હતો. પરંતુ આવનારો સમય બિલકુલ અલગ થઈ શકે.

રોડ ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશનના સભ્ય રાજીવ અરોરાનું કહેવું છે કે આવનારા દિવસોમાં લોકો ઢાબાની બહાર ખાટલો પાથરીને મસ્તીથી સમય પસાર કરવા અંગે વિચારી નહીં શકે.

સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે અનેક પ્રકારના પ્રતિબંધોને જાળવી રાખવા પડશે અને પ્રયત્નો કરવા પડશે કે લોકો ઓછામાં ઓછા સંપર્કમાં આવે.

રાજીવ કહે છે, “બની શકે છે કે તમે એક કપ ચાનો ઑર્ડર આપો અને કોઈ વેઇટર સુધી પહોંચાડે તેના સ્થાને એક લાંબી લાકડીના સહારે તમને ચા સર્વ કરવામાં આવે. રાજમાર્ગો પર જિંદગી પહેલાં જેવી સામાન્ય નહીં રહે.”

તે કહે છે કે ઢાબા માલિકોએ ટ્રક ડ્રાઇવરો અને સ્ટાફની સાથે-સાથે સામાન્ય લોકો માટે પણ અલગથી કેટલીક વ્યવસ્થાઓ કરવી પડશે.

જોકે રાજમાર્ગ અનેક રાજ્યોમાંથી પસાર થાય છે, તો એ સ્પષ્ટ છે કે તમામ રાજ્યો તરફથી ઢાબા માટે અલગ-અલગ પ્રકારના નિર્દેશ જાહેર કરવામાં આવશે.

line

મહાનગરોની જિંદગી

કોરોના

અનુજ દયાળ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશનના પ્રવક્તા છે. મેટ્રો સેવા ફરીથી શરૂ થવાની સ્થિતિમાં કેવી રીતે કામ કરશે, તેની યોજના પર તે કામ કરી રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે એક સીટ છોડીને બેસવા માટે કહેવામાં આવશે અને કેટલાંક લોકોને ઊભા ઊભા મુસાફરી કરવાનું કહેવામાં આવશે.

આનો અર્થ એ થાય છે કે મેટ્રોના અધિકારીઓએ ઑફિસ જવાના સમયે ભીડ સામે લડવું પડશે. મેટ્રોમાં પ્રવેશ સમયે એ જ પ્રકારના પ્રોટોકૉલનું પાલન કરવું પડશે જે ઍરપૉર્ટ પર કરવું પડી શકે છે. અંદર જતી વખતે ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય હશે. થર્મલ સ્ક્રિનિંગ અને એક્સ-રે બૅગેજ સ્ક્રિનિંગ ચાલુ રહેશે.

જોકે આ નવા પરિવર્તનોને કારણે મેટ્રોમાં ડબ્બાઓની સંખ્યા અને તેમના પરિવહનની મુસાફરી વધારવી પડશે. દરેક કોચની બહાર પ્લૅટફૉર્મ પર સુરક્ષા ગાર્ડ આ વાતને જોવા માટે હશે કે કોચમાં વધારે ભીડ તો નહીં થઈ રહીને.

મેટ્રો કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે રાજીવ ચોક જેવા ભીડ-ભાડવાળા મેટ્રો સ્ટેશન પર એક મોટો પડકાર હશે. એનો સામનો કેવી રીતે કરવામાં આવે તેની પર કૉર્પોરેશન વિચાર કરી રહ્યું છે.

line

યાત્રી વીમો

કોરોના

દુબઈના ઇન્શ્યોરન્સ બિઝનેસ ગ્રુપના મહાસચિવ આફતાબ હસન કહે છે કે યાત્રી વીમો આવનારા સમયમાં મુસાફરીનો એક ભાગ હશે.

તે કહે છે, “કોરોના પછી દુનિયા ઘણી બદલાઈ ગઈ હશે. સામાન્ય રીતે પૈસા બચાવવા માટે ટિકિટ ખરીદતી વખતે લોકો યાત્રી વિમાનો વિકલ્પ પસંદ કરતા નથી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આ કોઈપણ યાત્રાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ થવા જઈ રહ્યો છે પછી તે કામના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું હોય કે રજાઓની ઉજવણી માટે.”

સામાન્ય રીતે યાત્રી વીમા અંતર્ગત મહામારીઓને કવર કરવામાં આવતી નથી આ માટે વધારે રકમ આપવી પડશે. પરંતુ હસન કહેતા હતા કે જલદી જ મહામારીનું કવરેજ ભવિષ્યમાં યોજાનારી યાત્રા વીમાઓનો મહત્ત્વનો ભાગ બની જશે.

શમ્સુદ્દીન કહે છે કે જે ભવિષ્યનો આપણે સામનો કરવા જઈ રહ્યા છીએ તેના વિશે ક્યારેય કોઈએ વિચાર્યુ ન હતું.

તે કહે છે, “જો સમયે વૅક્સિન નહીં મળી તો મુસાફરી માટે તમામ વસ્તુઓ બદલાઈ જશે. પરંતુ જો વૅક્સિન શોધવામાં આવશે તો ફરી જલદીથી આપણી જિંદગી પહેલા જેવી થઈ જશે.”

સ્ટોરી – સલમાન રાવી, સંપાદન – નિકિતા મંધાની, ઇલસ્ટ્રેશન – નિકિતા દેશપાંડે

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો