You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ઉનાકાંડ : દલિતો સાથે મારઝૂડના કેસમાં પાંચ દોષિત અને 35નો નિર્દોષ છુટકારો, મંગળવારે સજા, શું છે સમગ્ર મામલો?
વર્ષ 2016માં ઉનામાં સમઢિયાળા ખાતે કથિત ગૌરક્ષકોએ મૃત ગાય લઈ જઈ રહેલા દલિત યુવકો સાથે મારઝૂડ કરી હતી, જેનો વીડિયો મીડિયા તથા સોશિયલ મીડિયા ઉપર વ્યાપક રીતે વાઇરલ થયો હતો. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ આ ઘટનાના પડઘા સંભળાયા હતા અને ગુજરાત તથા ભારતમાં દલિતોની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી. એ પછી ગુજરાત સરકારે આ કેસની તપાસ સીઆઈડી-ક્રાઇમને સોંપી હતી અને સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટરની નિમણૂક કરી હતી.
શું હોર્મુઝમાંથી ભારતીય ધ્વજ ધરાવતાં ઈંધણનાં ટૅન્કર પસાર થઈ શકશે, જયશંકરે શું માહિતી આપી?
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગને ખોલવા માટે યુદ્ધજહાજો મોકલવાની અપીલ કરી છે.
રાજ્યસભા ચૂંટણી : બિહારમાં એનડીએએ તમામ 5 બેઠકો જીતી, નીતીશકુમાર પણ ચૂંટાયા – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારો મેળવવા માટે બીબીસી ગુજરાતીની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
ભારતમાં સુપર અલ-નીનોનો ખતરો, શું કાળઝાળ ગરમી તમામ રેકૉર્ડ તોડશે?
તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે દુનિયામાં સુપર અલ-નીનોનો ખતરો છે અને તેની અસર ભારતને પણ પડી શકે છે.
ગુજરાતમાં ક્યારથી પલટાશે હવામાન, કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે?
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ વધુ ગરમી પડી રહી હતી, પરંતુ હવે ઉનાળામાં ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે.
ઈરાન યુદ્ધ ઉપર કેટલા કરોડોનો સટ્ટો લાગ્યો, કેવી રીતે ચાલે છે આ ધંધો?
સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, એકલા 'પૉલીમાર્કેટ' ઉપર ઈરાનયુદ્ધ સંદર્ભે 50 કરોડ ડૉલરનો (લગભગ ચાર હજાર 600 કરોડ) સટ્ટો રમાયો છે. એક તબક્કે અણુ વિસ્ફોટ થશે કે કેમ તેની ઉપર પણ સટ્ટો લાગ્યો હતો.
દારૂ પીવાને કારણે મહિલાઓને પુરુષો કરતાં કેવી વધુ ગંભીર અસરો થાય?
યુવાનો માટે આ સ્થિતિ બદલાઈ રહી છે. હકીકતમાં 1991 અને 2000ની વચ્ચે જન્મેલી છોકરીઓ હવે તેમની ઉંમરના છોકરાઓ જેટલો જ દારૂ પી રહી છે. એવા સંકેતો મળી રહ્યા છે તેઓ ઝડપથી છોકરાઓની આગળ નીકળી જશે.
ઈરાનના હુમલા પછી દુબઈની ચમકતી છાપ ઉપર બટ્ટો લાગ્યો છે, ત્યાં રહેતા વિદેશીઓ શું કહે છે?
અસ્થિર મધ્યૂપર્વ એશિયામાં સ્થિરતાને કારણે લોકો આ શહેર તરફ આકર્ષાયને આવે છે, પરંતુ શું કાયમ માટે આ પરિસ્થિતિ પલટાઈ ગઈ છે?
શિપ ઑફ ગોલ્ડ : સોનું ભરેલું જહાજ દરિયામાં ડૂબી ગયું અને ખજાનો શોધનારને દસ વર્ષ જેલ થઈ
અમેરિકાના દરિયાકિનારે સોનાથી ભરેલું જહાજ 1857માં ડૂબી ગયું હતું. એક સાહસિકે તેમાંથી સોનું શોધી કાઢવાનું નક્કી કર્યું, પરંતુ પછી તેણે જેલમાં કેમ જવું પડ્યું?
ભારત/વિદેશ
ઈરાન : શું મધ્યપૂર્વના ભયંકર યુદ્ધમાં 'પાણી' એ અસલી હથિયાર બની ગયું છે?
મધ્યપૂર્વમાં ઑઇલને ધ્યાનમાં રાખીને પશ્ચિમી દેશોએ ઘણી વખત દખલગીરી કરી છે, પરંતુ હાલમાં આ સૂકાભટ પ્રદેશમાં 'પાણી'નો ઉપયોગ હથિયાર તરીકે થતો હોય એવું લાગે છે.
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ સહિત પાંચ પ્રદેશોમાં ચૂંટણી જાહેર, ગુજરાતના ઉમરેઠમાં ક્યારે પેટાચૂંટણી?
ભારતના ચૂંટણીપંચે રવિવારે સવારે એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક ટ્વીટ કરીને આસામ, કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે એક પ્રેસ કૉન્ફરન્સ યોજવાની જાહેરાત કરી હતી.
અમેરિકાના U Visa શું છે જેના માટે 11 'ગુજરાતીઓ'એ 'બનાવટી લૂંટ'નું કાવતરું ઘડ્યું?
અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે લોકો જાત જાતના રસ્તા અજમાવતા હોય છે, તેમાંથી કેટલાક લોકો યુ વિઝાની સુવિધાનો 'દુરુપયોગ' પણ કરે છે. અમેરિકાના યુ વિઝા શું છે? તે કોને મળી શકે?
અબ્દાલી અને શીખો વચ્ચેનું એ યુદ્ધ જેમાં હજારો શીખોની કત્લેઆમ કરવામાં આવી
બંને નરસંહાર મુઘલ કાળમાં શીખો સરકાર વિરુદ્ધ સ્વાતંત્ર્ય સંગ્રામ લડી રહ્યા હતા, તે સમયે થયા હતા. તે સમયની સરકારો શીખોની આઝાદીની લડાઈને કચડી નાખવા માગતી હતી, જ્યારે શીખો આઝાદી મેળવવા માટે જીવ સટોસટનો જંગ લડી રહ્યા હતા.
નર્સ બનવા માટે શું કરવું પડે, કેટલા પગારની નોકરી મળે?
ભારતમાં હાલના સમયે 39 લાખથી વધારે નર્સ છે. સાંભળવામાં આ સંખ્યા મોટી લાગે છે, પરંતુ 140 કરોડની વસ્તીના હિસાબથી આ સંખ્યા ઓછી છે.
દુબઈમાં ઈરાનના હુમલાના વીડિયો ઉતારનારાઓની ધરપકડ કેમ કરાઈ?
યુએઈના કાયદા મુજબ, જાહેર સુરક્ષાને ક્ષતિ પહોંચાડે તેવી કોઈ પણ સામગ્રી શૅર કે પ્રકાશિત કરી શકાતી નથી. આ કાયદા હેઠળ બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. ‘ડિટેઇન્ડ ઈન દુબઈ’નાં રાધા સ્ટર્લિંગના જણાવ્યા પ્રમાણે, "તાજેતરના મિસાઇલ હુમલા સંદર્ભે મીડિયા પોસ્ટ અને વીડિયો શૅર કરવા બદલ યુએઈના સાયબર કાયદા હેઠળ 21 લોકો સામે આરોપ દાખલ કરવામાં આવ્યા છે."
ખાર્ગ દ્વીપ ઉપર અમેરિકાનો હુમલો, ઈરાન માટે આ ટાપુ લાઇફલાઇન કેમ ગણાય છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટ મૂકીને કહ્યું, "થોડા સમય અગાઉ અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે મધ્યપૂર્વના (એશિયા) ઇતિહાસમાં સૌથી શક્તિશાળી હવાઇહુમલામાંથી એકને આકાર આપ્યો અને ખાર્ગ દ્વીપ ઉપરના તમામ સૈન્ય ઠેકાણાંને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધાં.
ભારત પાસે કેટલો સમય સુધી ચાલી શકે તેટલો એલપીજીનો સ્ટૉક છે, શું દેશમાં ગૅસની અછત છે?
એલપીજીનો પુરવઠો ખોરવાઈ જવાને કારણે ભારતનાં અનેક શહેરોમાં રેસ્ટોરાં તથા હોટલો બંધ થઈ રહી હોવાના અહેવાલ છે. કેટલાંક સ્થાનોએ જમવાનું મૅન્યુ બદલી ગયું છે અને જમવા માટે ગરમ ભોજન પીરસવામાં નથી આવતું.
ઍરપૉર્ટથી 2,000 કીડીઓની 'દાણચોરી' પકડાઈ, આ કીડીઓ કેટલી ખાસ છે?
રાજધાની નૈરોબીના જોમો કૅન્યાટા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સુરક્ષાની તપાસ દરમિયાન ઝાંગ કેકૂનને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા અધિકારીઓને તેમના સામાનમાં જીવિત કીડીઓનો એક જથ્થો મળી આવ્યો હતો, જેને ચીન લઈ જવાતી હતી.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ