વારાણસી : ગંગામાં હોડીમાં બેસીને ઇફ્તાર પાર્ટીમાં ચિકન-બિરયાની ખાવાના આરોપસર 14ની ધરપકડ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Sushant Mukharjee
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં એક હોડીમાં ઇફ્તાર પાર્ટી દરમિયાન માંસ ખાવા અને હાડકાં નદીમાં ફેંકવા મામલે 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
વારાણસીના કોતવાલી પોલીસ સ્ટેશનને સોમવારે મળેલી ફરિયાદના આધારે અજાણી વ્યક્તિ સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી છે.
આ ફરિયાદ વારાણસીના ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ રજત જયસ્વાલે આપી હતી.
આ એફઆઈઆર, ધાર્મિક ભાવનાને આઘાત પહોંચાડવો, ધાર્મિક સ્થળોમાં અવરોધ ઉત્પન્ન કરવો, વિભાજનકારી તથા સરકારી આદેશની અવગણના સાથે જોડાયેલી ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ 2023) કલમો 298, 299, 196(1) (બી), 270, 279, 223 (બી) હેઠળ દાખલ કરાવવામાં આવી હતી.
આ મામલે જલ (પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 2974ની કલમ 24ને પણ ઉમેરવામાં આવી છે.
વારાણસી પોલીસ કમિશનર કચેરીના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) કોતવાલી વિજય પ્રતાપસિંહે 14 યુવકોની ધરપકડની પુષ્ટિ કરી છે.
વારાણસી પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sushant Mukharjee
એસીપી કોતવાલી વિજય પ્રતાપસિંહે મીડિયાને જણાવ્યું, "સોમવારે 16મી માર્ચે એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં કેટલાક લોકો માં ગંગાના પવિત્ર જળમાં એક હોડીમાં ઇફ્તાર પાર્ટી કરતા નજરે પડ્યા હતા. આ વીડિયોમાં એવું લાગતું હતું કે ચિકન-બિરયાનીનું સેવન કરવામાં આવી રહ્યું છે."
"આ સંબંધમાં અમને જાણકારી મળી તો તરત એક ફરિયાદને આધારે ગુનો દાખલ કરી દીધો છે. તેમાં ટીમ બનાવાઈ હતી અને હાલ 14 લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજય પ્રતાપસિંહે કહ્યું કે વીડિયોમાં યુવકોની ઓળખ અને ટીમની કાર્યવાહી બાદ તેમની ધરપકડ શક્ય બની હતી.
વારાણસી પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sushant Mukharjee
વારાણસીમાં ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ રજત જયસ્વાલે કોતવાલી થાણામાં એફઆઈઆર દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રજત જયસ્વાલે આરોપ લગાવ્યો, "કેટલાક મુસ્લિમ યુવકો દ્વારા બિંદૂ માધવ ધરહરા મંદિરની સામે ગંગાજીમાં ઇફ્તાર પાર્ટીના નામે નૉનવેજ ખાવામાં આવ્યું છે."
"બિંદૂ માધવ ધરહરાને આલમગીર મસ્જિદ જણાવવામાં આવી, જ્યારે કે તેનું નામ આલમગીર નથી. મુસ્લિમ યુવકો દ્વારા જે પ્રકારે માંસનું સેવન કરવામાં આવ્યું છે, આ સનાતન ધર્મના અનુયાયીઓ સહન નહીં કરે. અમે તેનો સખત વિરોધ કરીએ છીએ."
"આના વિશે અમે વહીવટીતંત્રને એક ફરિયાદ આપી હતી અને જેના પર કાર્યવાહી થઈ રહી છે. વીડિયો પુરાવા તરીકે અમે પ્રશાસનને આપ્યો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ નૉનવેજ ખાઈ રહ્યા છે, અને ગંગાજીમાં પેલે પાર જઈને હાડકાં ફેંકે છે. જેમાં કોઈ પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી થવી જોઈએ."
(પૂરક રિપોર્ટિંગ સુશાંત મુખરજી)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












