બાંગ્લાદેશ ચૂંટણી : બીએનપીની જીત પર પાકિસ્તાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, FAYEZ NURELDINE/AFP via Getty
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે બાંગ્લાદેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત પર તારિક રહમાનને અભિનંદન પાઠવ્યા છે.
શહબાઝ શરીફે કહ્યું, "હું બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીમાં બીએનપીની શાનદાર જીત અપાવનારા તારિક રહમાનને હાર્દિક અભિનંદન પાઠવું છું. સાથે જ બાંગ્લાદેશની જનતાને ચૂંટણીના સફળ આયોજન બદલ પણ અભિનંદન પાઠવું છું."
તેમણે કહ્યું, "હું બાંગ્લાદેશના નવા નેતૃત્વ સાથે મળીને અમારા ઐતિહાસિક, ભાઇચારા પર આધારિત તથા બહુઆયામી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા તથા દક્ષિણ એશિયા અને અન્ય ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા ને વિકાસના અમારા સહિયારાં લક્ષઅયોને આગળ વધારવા ઉત્સુક છું."
આ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ ચૂંટણીમાં જીત બદલ તારિક રહમાનને અભિનંદન પાઠવ્યા હતા.
બીબીસી બાંગ્લા સેવા પ્રમાણે, બીએનપીએ સરકાર બનાવવા માટે જરૂરી 151 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. અત્યારસુધી બીએનપી ગઠબંધન 182 બેઠકો જીતી ચૂક્યું છે.
બાંગ્લાદેશ ચૂંટણી : જમાત-એ-ઇસ્લામીએ ચૂંટણીનાં પરિણામો પર ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty
બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ફરી એક વખત મતગણતરી પર સવાલ ઉઠાવ્યા છે.
એએફપી ન્યૂઝે જણાવ્યું છે, ઇસ્લામી પાર્ટીએ શુક્રવારે નિવેદનમાં કહ્યું હતું, "અમે ચૂંટણી પરિણામ સાથે જોડાયેલી પ્રક્રિયા સાથે સંતુષ્ટ નથી."
પાર્ટીએ તમામ લોકોને ધૈર્ય બનાવી રાખવાની અપીલ પણ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીએનપે બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણીમાં બહુમત હાંસલ કરી દીધો છે. તેમણે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. બીબીસી બાંગ્લા સર્વિસ પ્રમાણે, બીએનપીએ અત્યારસુધી 176 બેઠકો જીતી છે જ્યારે કે જમાત-એ-ઇસ્લામીના ગઠબંધનનને 57 બેઠકો પર વિજય હાંસલ થયો છે.
બાંગ્લાદેશમાં બીએનપીને બહુમત, જાણો કોને, કેટલી બેઠકો મળી, પીએમ મોદી શું બોલ્યા?

બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણીમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીએ બહુમત હાંસલ કરી દીધો છે. બીબીસી બાંગ્લા સેવા પ્રમાણે, બીએનપીના નેતૃત્વ ધરાવતા ગઠબંધને અત્યાર સુધી 172 બેઠકો પર જીત મેળવી છે.
જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ ધરાવતા ગઠબંધનને 55 બેઠકો મળી છે. અન્યના ખાતામાં 12 બેઠકો ગઈ છે.
બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે 151 બેઠકોની જરૂર છે. મતગણતરી હજુ ચાલી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની 'જીત' પર પાર્ટી અધ્યક્ષ તારિક રહમાનને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું છે કે આ 'જીત' તારિક રહમાનના નેતૃત્વ પર બાંગ્લાદેશની જનતાનો ભરોસો દેખાડે છે.
તેમણે કહ્યું, "એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશના સમર્થનમાં ઊભું રહેશે. હું આપણા બહુઆયામી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા ઉત્સુક છું."
બાંગ્લાદેશ : બીએનપી પ્રવક્તાએ જીતની ખબર વચ્ચે બીબીસીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) બાંગ્લાદેશમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. વલણોમાં બીએનપીને ભારે બઢત મળતી દેખાઈ રહી છે.
આ વચ્ચે બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેની સાથેની ખાસ વાતચીતમાં બીએનપીના એક પ્રવક્તાએ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવે તો તે લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની "પૂરી ગૅરંટી" આપશે.
ગુરુવારે રાત્રે થયેલી આ વાતચીત દરમિયાન બીએનપીના મુખ્ય પ્રવક્તા મહદી અમીને કહ્યું, "અમને આશા છે કે અમે બાંગ્લાદેશના લોકોની આશાઓ પૂરી કરીશું."
પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને આ ચૂંટણીમાંથી બહાર રાખવામાં આવી હતી. બીબીસીએ બીએનપીના પ્રવક્તાને અવામી લીગ પર પ્રતિબંધ વચ્ચે ચૂંટણીની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન પૂછ્યો.
તે પર અમીને કહ્યું, "ચૂંટાઈ ગયા પછી અમે ફરીથી લોકો પાસે જઈશું અને તેઓ જે ઇચ્છે છે તે જ કરીશું. પરંતુ હાલ પૂરે પૂરી રીતે સ્પષ્ટ છે કે લોકોએ એવી કોઈ રાજકીય પાર્ટીને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે, જેણે પોતાનો રાજકીય સ્વભાવ ગુમાવ્યો છે અને જે પાર્ટી ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર સાધન બની ગઈ હતી."
અવામી લીગે આ આરોપોને નકારી કાઢ્યા છે અને ચૂંટણીની વૈધતા પર સવાલ ઉઠાવ્યો છે.
મહદી અમીને આ પણ કહ્યું કે લઘુમતીની સુરક્ષા અને સ્વતંત્રતાની રક્ષા કરવામાં આવશે.
બીએનપીનો અગાઉનો કાર્યકાળ હિંસા, ભ્રષ્ટાચારના આરોપો અને માનવ અધિકારોના ઉલ્લંઘન સાથે જોડાયો હતો.
બાંગ્લાદેશમાં મતગણતરી ચાલી રહી છે, બીએનપી જીત તરફ

ઇમેજ સ્રોત, Syed Mahamudur Rahman/NurPhoto via Getty
બાંગ્લાદેશમાં મતગણતરી ચાલી રહી છે અને વલણોમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી) આગળ ચાલી રહી છે જ્યારે કે જમાત-એ-ઇસ્લામી બીજા નંબરે છે.
સ્થાનિક મીડિયા પ્રમાણે, બીએનપી લગભગ 60 ટકા કરતાં વધારે બેઠકો જીતી શકે છે.
બીએનપી, પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી છે. તેમના નિધન બાદ તેમના દીકરા તારિક રહમાન તેના મુખ્ય નેતા તરીકે ઊભરી રહ્યા છે.
મતગણતરી વચ્ચે પાર્ટીઓએ વોટમાં ગરબડના આરોપો લગાવ્યા છે. 2024માં શેખ હસીનાને સત્તા પરથી હઠાવનારા યુવા આંદોલનનું પ્રતિનિધિત્વ કરનારી નૅશનલ સિટીઝન્સ પાર્ટી (એનસીપી)એ આરોપ લગાવ્યો છે કે પરિણામોમાં હેરાફેરી થઈ છે.
એનસીપીએ ફરીથી મતગણતરી કરાવવાની માગ કરી છે. ઓછામાં ઓછી બે અન્ય પાર્ટીના ઉમેદવારોએ પણ આ જ પ્રકારના આરોપો સાથે ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે. બીએનપીએ જમાત-એ-ઇસ્લામી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે.
બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. 4.30 કલાકે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલી રહી છે.
પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ છતાં આ વખતે મુકાબલો બીએનપી તથા જમાત-એ- ઇસ્લામી વચ્ચે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












