બૉર્ડર-2 અને ઇક્કિસ : યુદ્ધ પર બનેલી ફિલ્મો કેમ યુદ્ધવિરોધી હોવી જોઈએ?

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images
- લેેખક, વંદના
- પદ, સીનિયર ન્યૂઝ ઍડિટર, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 6 મિનિટ
1971ની ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી ફિલ્મ બૉર્ડર અને ઇક્કીસ માત્ર વીરતાની કહાણી નથી કહેતી, પરંતુ સાથે યુદ્ધની કિંમત અને માણસાઈ પર પણ સવાલ ઉઠાવે છે.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બે બોલીવૂડ ફિલ્મો આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. પહેલી હતી- ઇક્કીસ અને બીજી બૉર્ડર-2.
બૉર્ડર-2માં સની દેઓલે મેજર જનરલ હરદેવસિંહ કલેર, વરુણ ધવને મેજર હોશિયારસિંહ દહિયા અને દિલજીત દોસાંજેએ નિર્મલજીતસિંહ સેખોંની ભૂમિકા ભજવી છે.
બૉર્ડર-2, વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બૉર્ડરનાં 29 વર્ષ બાદ આવી છે. જેમાં અક્ષય ખન્નાએ સેકન્ડ લેફ્ટનન્ટ ધરમવીરસિંહની ભૂમિકા ભજવી હતી. અક્ષય ખન્ના આજકલ ફિલ્મ 'ધુરંધર'માં રહમાન ડકૈતની ભૂમિકાને કારણે ચર્ચામાં છે.
'યુદ્ધની ફિલ્મ ઍન્ટિ-વૉર ફિલ્મ હોય'

ઇમેજ સ્રોત, ANI
1971ના યુદ્ધ પર બનેલી ફિલ્મ 'ઇક્કીસ'ના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને પત્રકાર બારદવાઝ રંગન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યુદ્ધ પર બનેલી કોઈ પણ સારી ફિલ્મ હકીકતમાં ઍન્ટિ-વૉર ફિલ્મ હોય છે.
29 વર્ષ પહેલાં નિર્દેશક જે. પી. દત્તાની ફિલ્મ બૉર્ડરમાં એક સીન છે, જેમાં સુનીલ શેટ્ટી (ભૈરોંસિંહ) ધરમવીરસિંહ (અક્ષય ખન્ના)ને પૂછે છે- તુ સેનામાં કેવી રીતે આવી ગયો?
ધરમવીરસિંહ (અક્ષય ખન્ના) કહે છે, "પોતાના પ્રેમને આગળ ધરીને મારી પાસે પિતાજીએ વચન લીધું હતું કે હું સેનામાં જ ભરતી થઈશ. વતનપ્રેમના જોશમાં પોતાના પુત્રને ફૌજીના ગણવેશની સાંકળ પહેરાવી ગયા. હાથમાં બંદૂક પકડાવી દીધી, કે સામેવાળાને ગોળીથી ઉડાવી દો. તે સૈનિક કે જે મારી માફક કોઈ માતાનો દીકરો છે. જેને મેં ક્યારેય જોયો નથી. જેણે મારું કશું બગાડ્યું નથી. જેનું નામ સુદ્ધાં હું નથી જાણતો. આખરે કેમ, શાને માટે?"
પોતાના સવાલો છતાં, ફિલ્મમાં અક્ષય ખન્ના યુદ્ધમાં લડે છે અને તેમાં તેમનું મૃત્યુ પણ થાય છે.(જોકે, હકીકતમાં થયેલા યુદ્ધમાં તેમનું મોત નહોતું થયું.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'જબ દોનો હી કી ગલીયોં મેં, કુછ ભૂખે બચ્ચે રોતે હૈં...'

ઇમેજ સ્રોત, KULDEEP CHANDURI
'બૉર્ડર'માં ભારત-પાકિસ્તાન યુદ્ધનાં દૃશ્યો હતાં. ફિલ્મમાં એવા ઘણા ડાયલૉગ હતા, જેમાં દેશ પર ન્યૌછાવર થવાની ભાવના દેખાડાઈ હતી, તેના પર થિયેટરોમાં તાળીઓ પડતી હતી.
જ્યારે મેજર કુલદીપ બનેલા સની દેઓલને, જંગમાં જવા માટે અને પોતાના બાળકને માટે ટ્રાંસફર રોકવાના વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની હોય છે, ત્યારે તેઓ પોતાની પત્નીને કહે છે, "તેરા કુલદીપ અપને બચ્ચે કો દેશ પર કભી ભી કુર્બાન કર સકતા હૈ."
પરંતુ આ ફિલ્મમાં છેલ્લે જ્યારે આ ગીત વાગે છે- મેરે દુશ્મન મેરે ભાઈ... – તો તેને સાંભળીને કોઈ પણ વ્યક્તિ ભાવુક થયા વગર નહીં રહેતી.
જેમાં ગીતકાર લખે છે – હમ અપને-અપને ખેતો મેં, ગેહૂં કી જગહ, ચાવલ કી જગહ યે બંદૂકે ક્યોં બોતે હૈં, જબ દોનોં હી કી ગલીયોં મેં, કુછ ભૂખે બચ્ચે રોતે હૈં... આ ખાયેં કસમ અબ જંગ નહીં હોને પાયે.
'બૉર્ડર' ફિલ્મ રિલીઝ થયાનાં બે વર્ષ બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું. બાદમાં આ જંગ પર 'શેરશાહ' ફિલ્મ બનાવાઈ હતી. 'શેરશાહ' કારગિલ યુદ્ધમાં મરણોપરાંત પરમવીર ચક્ર સાંહલ કરનારા કૅપ્ટન વિક્રમ બત્રાની કહાણી પર આધારિત હતી.
દિલજીત બન્યા નિર્મલજીતસિંહ સેખોં

ઇમેજ સ્રોત, FACEBOOK/GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે, ફરી 'બૉર્ડર-2'ની વાત કરીએ, તો તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બની છે.
ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીતસિંહ સેખોં (દિલજીત દોસાંજ) 1971ની જંગ દરમિયાન શ્રીનગરમાં તહેનાત હતા.
પંજાબમાં લુધિયાનાના ઇસેવાલ ગામમાં જન્મેલા નિર્મલજીતસિંહ સેખોં ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવીર ચક્ર વિજેતા છે.
ભારતીય સંરક્ષણ મંત્રાલય અનુસાર, "જ્યારે 14મી ડિસેમ્બર, 1971ના દિવસે પાકિસ્તાન તરફથી હવાઈ હુમલો થયો, ત્યારે પાકિસ્તાનનાં છ વિમાનો આવી રહ્યાં હતાં. આ વચ્ચે ફ્લાઇંગ ઑફિસર સેખોંએ ઉડાન ભરી. કૉમ્બેટ બાદ પાકિસ્તાની વિમાનોને ત્યાંથી હઠવું પડ્યું અને બેસ પર હુમલાની યોજના પડતી મૂકવી પડી. પરંતુ ફ્લાઇંગ ઑફિસર સેખોંનું વિમાન ક્રૅશ થઈ ગયું, જેમાં તેમનું મૃત્યુ થયું."
'બૉર્ડર'માં અક્ષય ખન્નાનું મોત થયું પરંતુ અસલમાં ધરમવીર યુદ્ધમાં જીવીત રહ્યા હતા.
'બૉર્ડર-2' માફક 'બૉર્ડર' ફિલ્મમાં દેખાડાયું છે કે મુખ્ય કિરદારો, અક્ષય ખન્ના અને સુનીલ શેટ્ટીનું યુદ્ધમાં મોત થઈ જાય છે.
જોકે, અસલ જિંદગીમાં લુધિયાનાના ઘુડાણી કલાં ગામમાં જન્મેલા ધરમવીરસિંહ કર્નલની પદવી સુધી પહોંચ્યા હતા અને તેમનું મૃત્યુ 2022માં થયું હતું.
કર્નલ ધરમવીરસિંહે 2017માં હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "જ્યારે 1997માં બૉર્ડર રિલીઝ થનારી હતી તો નિર્દેશક જે. પી. દત્તાએ મને કૉલ કર્યો અને કહ્યું કે સેન્સર બૉર્ડ ફિલ્મ રિલીઝ નથી કરી રહ્યું, કારણકે તેમાં તમારા કિરદારને શહીદ થતા દેખાડવામાં આવ્યા છે."
"જે. પી. દત્તાએ મને કહ્યું કે મારે ફેક્સ કરવાનો છે કે તેમને કોઈ વાંધો નથી. ઘણા લોકોએ મને કાયદાકીય કાર્યવાહી કરવા કહ્યું. પરંતુ મેં સૌને કહ્યું કે આ માનવીય વ્યવહાર નહીં હોય."
આ પ્રકારે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બીએસએફના હીરો રિટાયર્ડ નાયક ભૈરોંસિંહ રાઠોડનું પાત્ર બૉર્ડરમાં સુનીલ શેટ્ટીએ નિભાવ્યું હતું. હકીકતમાં તેમનું મૃત્યુ 19મી ડિસેમ્બર, 2022માં થયું હતું. તેમને 1972માં સેના મેડલ આપવામાં આવ્યો હતો.
"મુલ્ક કે આગે કુછ નહીં, ખુદ ભી નહીં"

ઇમેજ સ્રોત, Getty Images
જંગ અને દેશ માટે જાસૂસી પર બનેલી ઘણી ફિલ્મોમાં હીરોઇઝમ પણ એક મહત્ત્વની ભૂમિકામાં હોય છે. ભારત-પાકિસ્તાન સંબંધો પર બનેલી 'ઘુરંધરે' વખાણ પણ મેળવ્યાં તો સાથે તેની આલોચના પણ થઈ.
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર પંકજ શુક્લ માને છે કે સિનેમા એ હોય છે, જે પોતાની, માણસાઈને બચાવવાની અલગ ભૂમિકા ભજવે.
જોકે, તેના પર વિચારો અલગ-અલગ છે. અનુરાગ અવસ્થી ભારતીય સેનામાં કર્નલના પદ પર તહેનાત હતા.
તેઓ ઍક્સ પર લખે છે, "ફિલ્મ ઇક્કીસ, પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના 'આઇકૉનિક શૌર્ય અને વિરાસત'ને કેન્દ્રમાં રાખવાને બદલે બિન-જરૂરી 'પેસિફિસ્ટ પ્રૂડેન્સ' પર વધારે ધ્યાન આપે છે."
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર અજય બ્રહ્માત્જ કહે છે, "ઇક્કીસ અરુણ ખેત્રપાલની શહાદતની કહાણી તો છે જ પરંતુ તે યુદ્ધની વિભીષિકાની સાથે માનવતાની પણ કહાણી છે. માફ કરવાની કહાણી છે. જે આખરે યુદ્ધના વિરોધમાં જાય છે."
યુદ્ધ અને જાસૂસી પર બનેલી ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ 'રાઝી' પણ યાદ આવે છે. આ ફિલ્મ એક ભારતીય અંડરકવર મહિલા એજન્ટ પર આધારિત હરિંદર સિક્કાના ઉપન્યાસ પર બની હતી.
સહમત (આલિયા ભટ્ટ) પાકિસ્તાનમાં અંડરકવર એજન્ટ બનીને રહે છે. તથા એક પાકિસ્તાની સૈનિક સાથે લગ્ન કરીને ત્યાંથી ભારત માટે જાસૂસી કરે છે. તેનો કિરદાર ફિલ્મમાં એક જગ્યાએ કહે છે, "મુલ્ક કે આગે કુછ નહીં, ખુદ ભી નહીં."
'ન રિશ્તોં કી કદર હૈ, ન જાન કી'

ઇમેજ સ્રોત, Getty Images
'રાઝી' ફિલ્મના એ સીને ઘણા દર્શકોને અસહજ કરી દીધા હતા, જ્યારે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધા પછી સહમત સવાલ ઉઠાવે છે, "નહીં સમજ આતી આપકી યે દુનિયા, ન રિશ્તોં કી કદર હૈ ન જાન કી. ઇસસે પહલે મૈં પૂરી તરહ આપ જૈસી બન જાઉં, મુજે ઇસ સબ સે નિકલના હૈ, મુજે અપને ઘર જાના હૈ."
આ જ પ્રકારે ફિલ્મ બૉર્ડર, જંગ અને સૈનિકોની કહાણી હોવા છતાં, આ સૈનિકોનાં સપનાં, સરહદ પર થનારી દોસ્તી અને દિલના અધૂરા અરમાનોને પણ જગ્યા આપે છે.
જ્યારે રેગિસ્તાનમાં લાંબી રાહ જોયા બાદ સૈનિકોની ચિઠ્ઠી આવે છે, તો નવ મિનિટ લાંબુ 'સંદેશે આતે હૈં...' ગાયન તમામ ફૌજીના દિલની કહાણી કહી જાય છે.
અહીં બૉર્ડરનો એક સીન યાદ આવે છે, જેની લંબાઈને કારણે તેને ફિલ્મથી હઠાવવો પડ્યો હતો.
સની દેઓલે રણવીર ઇલાહાબાદિયા સાથેના પૉડકાસ્ટમાં કહ્યું હતું, "યુદ્ધ સમાપ્ત થવા પર હું ત્યાં મંદિરમાં જાઉં છું, પાછળ તૂટેલી ટૅન્ક છે. મને તે તમામ સૈનિકો બેઠેલા નજરે પડે છે, જેઓ માર્યા ગયા છે. હું તેને કહું છું – તમે હજુ આ દુનિયામાં છો, જે સ્વર્ગ હોય છે ત્યાં કોઈ યુદ્ધ નથી હોતું."
આમ આ પ્રકારની ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા યથાવત્ છે.
આ ચર્ચાના અંતિમ પડાવ પર વરિષ્ઠ પત્રકાર પંકજ શુક્લ કહે છે, "ધુરંધર જિયો સ્ટૂડિયોએ બનાવી અને ઇક્કીસને ડિસ્ટ્રિબ્યૂટ પણ જિયો સ્ટૂડિયોઝે કરી છે. બંનેના નફો-નુકસાન એક જ કંપનીના છે. તો બંને ફિલ્મોની તુલના કરીને સોશિયલ મીડિયા પર પરસ્પર ન ઝગડો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












