બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ

બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ સ્પૉર્ટ્સ બીબીસી ગુજરાતી ગુજરાત રમત ગમત ભારત, ક્રિકેટ અન્ય રમત

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, હરમનપ્રીતકોર (ડાબે) અને સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમના વિશ્વકપની જીત વખતે ઉજવણી કરતાં નજરે પડે છે
વાંચવાનો સમય: 5 મિનિટ

14 ભારતીય રાજ્યોમાં હાથ ધરવામાં આવેલો નવો અભ્યાસ સૂચવે છે કે 2020થી ક્રિકેટમાં ભારતીય મહિલાઓની હિસ્સેદારી બમણી થઈ ગઈ છે. હવે દસમાંથી એક મહિલા આ રમત રમી રહી છે.

બીબીસી અને કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રસ્તુત અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનામાં પ્રત્યેક બેમાંથી એક વ્યક્તિ (51 ટકા)એ વિમૅન્સ સ્પૉર્ટ્સનું કવરેજ ફૉલો કર્યું છે. આ ટકાવારી, એવા લોકોના પ્રમાણથી વધારે નથી, જેઓ કહે છે કે તેમણે મૅન્સ સ્પૉર્ટ્સ કવરેજને ફૉલો કર્યું છે. તેમનું પ્રમાણ 63 ટકા છે.

મહિલાઓની સ્પૉર્ટ્સમાં હિસ્સેદારી અને દર્શકોની સંખ્યામાં સારું પરિવર્તન લાવનારી મુખ્ય ડેમોગ્રાફિક યુવા મહિલાઓ (15થી 24 વર્ષ) છે. પ્રત્યેક ચારમાંથી એક યુવા મહિલા (26 ટકા) જણાવે છે કે તેઓ હવે સ્પૉર્ટ્સને કારકિર્દીનો વિકલ્પ ગણી રહી છે. 2020માં આ પ્રમાણ 16 ટકા હતું.

આ વર્ષે ભારતીય મહિલા ખેલાડીઓએ મોટી સફળતા મેળવી છે બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ સ્પૉર્ટ્સ બીબીસી ગુજરાતી ગુજરાત રમત ગમત ભારત, ક્રિકેટ અન્ય રમત

વૈશ્વિક રિસર્ચ અને ઇનસાઇટ્સ કંપની કૅન્ટારે બીબીસી અને કલેક્ટિવ ન્યૂઝરૂમ માટે બીબીસીની ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પહેલાંના એક ભાગ તરીકે ભારતનાં 14 રાજ્યોમાં 10,304 લોકોના ઇન્ટરવ્યૂ કર્યા હતા.

આ વખતે મેળવવામાં આવેલી માહિતીની તુલના 2020માં હાથ ધરવામાં આવેલા આવા જ અભ્યાસના સૂચનો સાથે કરવામાં આવી હતી. ભારતીય મહિલાઓના સ્પૉર્ટ્સમાં ભાગ લેવા અને સ્પૉર્ટ્સવુમન પ્રત્યે સમાજનાં દૃષ્ટિકોણને સમજવાના હેતુસર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ભારતીય મહિલા ખેલાડીઓએ મોટી સફળતા મેળવી છે ત્યારે આ સંશોધન બહાર આવ્યું છે.

ગત બે વર્ષોમાં શૂટર મનુ ભાકર દ્વારા 2024 પેરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક ડબલ મેડલની જીત, પૅરાલિમ્પિકમાં ભારતીય પૅરા સ્પૉર્ટ્સવુમન દ્વારા 10 મેડલ્સ જીતવા અને 2025માં ઘરઆંગણે મહિલા ક્રિકેટ ટીમે 50 ઓવર્સના વર્લ્ડકપમાં મેળવેલી જીત, મથાળામાં ચમકી હતી.

સફળતાની આ ગાથાઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે.

29 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓની સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ નિહાળી હતી, જ્યારે પુરુષોની ઈવેન્ટ્સ સંદર્ભે આ પ્રમાણ 37 ટકા હતું બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ સ્પૉર્ટ્સ બીબીસી ગુજરાતી ગુજરાત રમત ગમત ભારત, ક્રિકેટ અન્ય રમત

ક્રિકેટ રમવા મામલે મહિલા-પુરુષનું અંતર ઘટ્યું

બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ સ્પૉર્ટ્સ બીબીસી ગુજરાતી ગુજરાત રમત ગમત ભારત, ક્રિકેટ અન્ય રમત

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અભ્યાસ મુજબ, 43 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓની ગેમ્સ લાઇવ જોઈ હતી. પુરુષોની ઇવેન્ટ્સના સંદર્ભમાં આ પ્રમાણ 54 ટકા હતું.

સ્થળ પર જઈને ગેમ નિહાળવાની વાત કરીએ તો જોનારાઓની સંખ્યામાં અંતર ઓછું હોય છે.

29 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓની સ્પૉર્ટિંગ ઇવેન્ટ્સ નિહાળી હતી, જ્યારે પુરુષોની ઇવેન્ટ્સ સંદર્ભે આ પ્રમાણ 37 ટકા હતું.

સફળતાથી પ્રેરિત થઈને વધુ મહિલાઓ હવે ક્રિકેટ અને બૅડમિન્ટન રમી રહી છે.

અભ્યાસ અનુસાર, હિસ્સેદાર બનવાની બાબતમાં ક્રિકેટ હવે પુરુષો તથા મહિલાઓને વધારે પસંદ છે. અગાઉના અભ્યાસની સરખામણીએ ક્રિકેટમાં જેન્ડર ગૅપ ઓછો થયો છે. તેનું કારણ એ છે કે આ રમત રમતી મહિલાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. 2020માં મહિલાઓની સરખામણીએ પાંચ ગણા વધારે પુરુષો ક્રિકેટ રમતા હતા. 2026માં પુરુષોનું આ પ્રમાણ ઘટીને ત્રણ ગણા વધારેનું થઈ જશે.

ક્રિકેટ ઉપરાંત બૅડમિન્ટન પણ મહિલાઓમાં લોકપ્રિય બન્યું છે.

સર્વેમાં સામેલ 6 ટકા મહિલાઓ હવે બૅડમિન્ટન રમી રહી છે. એ પ્રમાણ 2020માં ચાર ટકા હતું. દક્ષિણમાં આંધ્ર પ્રદેશ તથા તેલંગાણા અને ઉત્તરમાં પંજાબ જેવાં રાજ્યોમાં વધારે મહિલાઓ બૅડમિન્ટન રમતી થઈ છે. ખાસ કરીને પી. વી. સિંધુ, સાઇના નહેવાલ અને તન્વી શર્મા જેવાં વિખ્યાત ભારતીય બૅડમિન્ટન ખેલાડીઓ આ અને તેની આસપાસના પ્રદેશોનાં જ છે.

જે મહિલાઓ અત્યાર સુધી કોઈ રમતમાં ભાગ લીધો નથી એ પૈકીની 13 ટકા મહિલાઓએ એવું નહીં કરવાનું કારણ સલામતીની ચિંતા હોવાનું જણાવ્યું હતું

ભાગીદારી અને દર્શકોની સંખ્યામાં વૃદ્ધિમાં મહિલા ઍથ્લીટ્સનું જોડાણ ખાસ ભૂમિકા ભજવી રહ્યું હોય એવું લાગે છે.

સર્વેક્ષણમાં પ્રતિસાદ આપનારા પૈકીના એક તૃતિયાંશ (33 ટકા) લોકોએ મહિલાઓની સ્પૉર્ટ્સ ઇવેન્ટ જોવાનું કારણ "એક મહિલા ખેલાડીને સપોર્ટ કરવાનું" હોવાનું જણાવ્યું હતું. આવો જવાબ આપતા લોકોના હિસ્સામાં 2020ની સરખામણીએ 21 ટકા વધારો થયો છે. પુરુષોની ઇવેન્ટ્સના સંદર્ભમાં માત્ર 17 ટકા લોકોએ કોઈ વ્યક્તિને સપોર્ટ આપવાનું કારણ જણાવ્યું હતું. એ સિવાય "તમારી આસપાસના લોકો ક્યા ભારતીય ખેલાડીને સૌથી વધારે પસંદ કરે છે?" એવા સવાલનો જવાબ પ્રત્યેક બેમાંથી એક મહિલા (51 ટકા) આપી શકી હતી. 2020ના સંદર્ભમાં આ સવાલના જવાબના પ્રમાણમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો છે.

જે મહિલાઓ અત્યાર સુધી કોઈ રમતમાં ભાગ લીધો નથી એ પૈકીની 13 ટકા મહિલાઓએ એવું નહીં કરવાનું કારણ, સલામતીની ચિંતા હોવાનું જણાવ્યું હતું.

અભ્યાસ સૂચવે છે કે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું એવાં રાજ્યોમાં 32.7 મિલિયન મહિલાઓએ આવું કર્યું હતું. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આ બાબત એ રાજ્યો માટે વધારે ચિંતાની વાત છે, જ્યાં છેલ્લા એક દાયકામાં જેન્ડર હિંસામાં વધારાને મહિલાઓ દ્વારા રિપોર્ટ કરવાની શક્યતા વધારે છે.

મહિલા ખેલાડીઓએ સિદ્ધિ મેળવી હોવા છતાં સ્પૉર્ટ્સવુમન વિશે સમાજમાં ખોટી માન્યતાઓ વધારે મજબૂત થઈ છે.

હિસ્સેદારી અને વ્યૂઅરશિપ બન્નેમાં વધારા સાથે, અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 2020માં અગાઉના અભ્યાસ બાદ મહિલાઓની સ્પૉર્ટ્સ વિશે થોડો "નકારાત્મક દૃષ્ટિકોણ" અને "સ્ટીરિયોટાઇપ" વધારે મજબૂત થયા છે.

ક્રિકેટમાં લોકોની હિસ્સેદારી વધી છે, પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તમામ પ્રકારની રમતોમાં ભારતીયો દ્વારા રમત રમવાના પ્રમાણમાં મામૂલી વધારો થયો છે
દીપ્તિ શર્મા

દસ પૈકીના ચાર પ્રત્યુત્તરદાતાઓએ (43 ટકા) જણાવ્યું હતું કે પુરુષોની સ્પૉર્ટ્સની સરખામણીએ મહિલાઓની સ્પૉર્ટ્સ ઓછી મનોરંજક હોય છે (38 ટકાથી વધારે) એવું તેઓ માને છે.

આ પ્રકારનો વધારો (37 ટકાથી 43 ટકા), મહિલા સ્પૉર્ટ્સપર્સન પૂરતી ફેમિનિન નથી રહી, એવો જવાબ આપનારાઓમાં પણ જોવા મળ્યો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે આવો જવાબ માત્ર પુરુષો પૂરતો સીમિત ન હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લગભગ બેમાંથી એક (46 ટકા) પ્રતિસાદદાતાઓ એ વાત સાથે સહમત હતા કે સ્પૉર્ટ્સવુમને વધારે આકર્ષક દેખાવું જોઈએ અને પુરુષોની સરખામણીએ મહિલાઓ આ વાત સાથે સંમત થવાની શક્યતા વધારે હતી.

પુરુષો તથા મહિલાઓ બન્ને માટે ખેલ છોડવાનું મોટું કારણ સમયનો અભાવ છે.

ક્રિકેટમાં લોકોની હિસ્સેદારી વધી છે, પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તમામ પ્રકારની રમતોમાં ભારતીયો દ્વારા રમત રમવાના પ્રમાણમાં મામૂલી વધારો થયો છે.

સમયના અભાવને કારણે સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું બંધ કરવા બાબતે પ્રસ્તુત અભ્યાસના લેખકોએ ચિંતા વ્યક્ત કરી છે. 74 ટકા ભારતીયો (2020માં એ પ્રમાણ 69 ટકા હતું) ભલે એવું કહેતા હોય કે તેઓ બાળપણમાં સ્પૉર્ટ્સમાં ભાગ લેતા હતા, પરંતુ મોટા થયા પછી પણ સ્પૉર્ટ્સમાં ભાગ લેતા હોવાનું એ પૈકીના માત્ર અડધા લોકોએ જણાવ્યું હતું.

બે-તૃતિયાંશ (64 ટકા) પ્રત્યુત્તરદાતાઓએ જણાવ્યું હતું કે રમત રમવાનો સમય ન હોવાને કારણે તેમણે સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું છોડી દીધું હતું. આ બાબત ખરાબ વર્ક-લાઇફ બેલેન્સના ચિંતાજનક ટ્રૅન્ડનો સંકેત આપતી હોવાનું અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે વધુ સારું વર્ક-લાઇફ બેલેન્સ મહિલાઓ માટે સૌથી વધારે ફાયદાકારક સાબિત થશે, કારણ કે આજે તેમણે "નોકરી કરવાની સાથે-સાથે દેખભાળ અને ઘરનાં કામ પણ વધારે કરવાં પડે છે."

કઈ રીતે કરવામાં આવ્યો હતો અભ્યાસ?

રાજીવ શુક્લા, બીબીસી ગુજરાતી

આ અભ્યાસ માટેનું સર્વેક્ષણ કૅન્ટાર ઇન્ડિયાએ કર્યું હતું. કૅન્ટાર ઇન્ડિયાએ 2020નો અભ્યાસ પણ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે 14 ભારતીય રાજ્યોનાં 15 વર્ષ અને તેનાથી વધારે વયના 10,304 લોકોના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (CAPI) કરવામાં આવ્યા હતા.

તેમાં ખાનગી સ્થળોએ ટૅબ્લૅટ-બેઝ્ડ ઇન્ટરવ્યૂઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૅમ્પલનો હેતુ વય, જેન્ડર, સોશિયો-ઇકૉનૉમિક ક્લાસ (NCCS) અને ગ્રામ્ય વિસ્તારો અનુસાર સર્વે કરવામાં આવેલાં તમામ 14 રાજ્યોના પ્રતિનિધિત્વનો હતો.

સર્વેક્ષણનું પ્રશ્નપત્ર મહદઅંશે સમાન રહ્યું હતું. કેટલાક સવાલો ઉમેરવામાં આવ્યા હતા અને સર્વેના સૅમ્પલિંગની રીત પણ બદલવામાં આવી હતી, જેથી બંને સર્વેના સૂચનોની તુલના કરી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન