ઈરાનમાં તોડી પડાયેલા યુએસ F-15 ફાઇટર જેટના ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા - ટ્રમ્પનો દાવો

ઇમેજ સ્રોત, CHRIS RADBURN/AFP via Getty Images
અમેરિકાએ દાવો કર્યો છે કે એફ-15 ઈગલ વિમાન તોડી પડાયા બાદ ઈરાનમાં ગુમ થયેલા સૈન્ય ઑફિસર મળી ગયા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.
અમેરિકાના ઑફિસર કેવી રીતે મળ્યા, એ અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ આ ઑપરેશનને નિકટથી જોનારી એક વ્યક્તિએ જણાવ્યું કે દક્ષિણ ઈરાનમાં એક "ખૂબ મોટું" રૅસ્ક્યૂ ઑપરેશન ચલાવાયું હતું.
બીબીસી સમજે છે કે બચાવ દરમિયાન અમેરિકન અને ઈરાની સૈન્યો વચ્ચે ઘર્ષણ થયું હતું, એવું પણ મનાઈ રહ્યું છે કે પાઇલટ વિમાનમાંથી બહાર નીકળતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે શું જણાવ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમેરિક મિલિટરીના ઇતિહાસમાં સૌથી સાહસિક શોધખોળ અને બચાવ કાર્યવાહીમાંથી એકને અંજામ અપાયો છે. આ અમારા શાનદાર ક્રૂ મેમ્બર ઑફિસર માટે ચલાવાઈ હતી, જે એક અત્યંત સન્માનિત કર્નલ પણ છે. મને ખુશી છે કે હવે તેઓ સુરક્ષિત છે."
"આ બહાદુર યોદ્ધા ઈરાનના ખતરનાક પહાડોમાં દુશ્મનો વચ્ચે ફસાયેલા હતા. ઈરાની ફોજને એ દર કલાકે પોતાની નિકટ આવતા જોઈ રહ્યાહતા. પરંતુ એ ક્યારેય એકલા નહોતા, કારણ કે તેના કમાન્ડર ઇન ચીફ, સેક્રેટરી ઑફ વૉર, જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ અને સાથી સૈનિકો તેની લોકેશન પર 24 કલાક નજર રાખી રહ્યા હતા અને બચાવની યોજના બનાવી રહ્યા હતા."

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images
ટ્રમ્પે લખ્યું, "મારા આદેશ પર તેમને પાછા લાવવા માટે અમેરિકન સૈન્યે ડઝનો વિમાન મોકલ્યાં, જે વિશ્વનાં સૌથી ઘાતક હથિયારોથી સજ્જ હતાં. એ ઈજાગ્રસ્ત છે, પરંતુ એ ઠીક થઈ જશે. આ બચાવ અભિયાન એ સફળ ઑપરેશન બાદ થયું, જે અમે ગઈ કાલે કર્યું હતું, પરંતુ તેને જાહેર નહોતું કર્યું, જેથી બીજા ઑફિસર માટે ખતરો પેદા ન થઈ જાય."
તેમણે કહ્યું, "આવું પહેલી વાર બન્યું છે કે બે અમેરિકન પાઇલટોને અલગ અલગ સ્થળેથી દુશ્મનના ઇલાકામાંથી બચાવાયા છે. અમે ક્યારેય કોઈ અમેરિકન સૈનિકને પાછળ નહીં મૂકીએ. બંને અભિયાનોમાં કોઈ અમેરિકન સૈનિકનું ના તો મૃત્યુ થયું અને ન કોઈ ઘાયલ થયું. આ વાત સાબિત કરી છે કે અમે ઈરાની આકાશ પર સંપૂર્ણપણે હવાઈ કંટ્રોલ હાંસલ કરી લીધો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધા વચ્ચે ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના પ્રવક્તાના હવાલે કહેવાયું છે કે ઈરાની સેનાએ લાપતા થયેલા ઍરમૅનની તલાશ દરમિયાન એક અમેરિકાનું ડ્રૉન તોડી પાડ્યું છે.
આઈઆરજીસીના જનસંપર્ક કાર્યાલયના હવાલે સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સ તથા આઈઆરજીસી સાથે જોડાયેલી તસ્મિમ ન્યૂઝ એજન્સીએ કહ્યું કેઅમેરિકાનું ડ્રૉન ઈરાનના દક્ષિણ ઇસ્ફહાન પ્રાંતમાં પડ્યું હતું.
ઈરાનના દાવા પર અમેરિકાએ હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જ્યારે અમેરિકાને બંધકોને છોડાવવા માટે કરવા પડ્યાં હતાં સમાધાન
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવું મનાઈ રહ્યું કે જો ગુમ ઑફિસર ઈરાનના હાથમાં આવી જાત તો યુદ્ધ પર તેની મોટી અસર પડી હોત.
આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે, જ્યારે વર્ષ 1979માં ઈરાને અમેરિકન રાજદ્વારીઓને 444 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.
ત્યારે અમેરિકાએ બંધકોને છોડવવાના બદલામાં ઈરાન પરથી કેટલાક પ્રતિબંધ હઠાવ્યા અને આઠ અબજ ડૉલરની ઈરાની સંપત્તિને અનફ્રીઝ કરી હતી.
વર્ષ 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારે પણ પોતાના એક સૈનિકને બચાવવા માટે સમાધાન કર્યું હતું.
અમેરિકાએ ત્યારે પોતાના સૈનિક બોવે બર્ગડાહલને છોડાવવા માટે પાંચ તાલિબાન કેદીઓને છોડી મૂક્યા હતા. બર્ડાલને તાલિબાને 2009માં અફઘાનિસ્તાનમાં પકડી લીધા હતા.
એફ-15 વિમાન તોડી પડાયાની વાતને અમેરિકા માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે ઈરાનની હવાઈ સુરક્ષા એટલી કમજોર પડી ચૂકી છે કે અમેરિકન વિમાનો વિરુદ્ધ એ કંઈ નથી કરી શકતું.
અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ દાવો કર્યો હતો અમેરિકાએ ઈરાન પર 'હવાઈ સરસાઈ' હાંસલ કરી લીધી છે.
પરંતુ શુક્રવારે તોડી પડાયેલા એફ-15 ઈગલ વિમાનથી સ્પષ્ટ છે કે ઈરાન હજુ પણ પોતાની હવાઈ સીમાનું રક્ષણ કરવામાં સક્ષમ છે, ભલે એ સીમિત સ્તરે કેમ ન હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























