You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજ બ્લૉક થયા, તેના પર અરવિંદ કેજરીવાલે શું કહ્યું?– ન્યૂઝ અપડેટ
અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજ બ્લૉક કરવા અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીની પોસ્ટ ઍક્સ ફરીથી શેર કરીને કહ્યું, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ બ્લૉક કરી દેવામાં આવ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે? ભાજપ કેમ આટલો ડરી ગયો છે?"
આજે સવારે ઈસુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું, "જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવવા સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે ત્યારે ભાજપના ઇશારે પાર્ટીનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે."
બીજી તરફ મેટાએ કારણ આપતાં જણાવ્યું છે કે, "અમને આ ઍકાઉન્ટ્સને પ્રતિબંધ કરવાની કાયદાકીય વિનંતી મળી હતી. અમે તેની સમીક્ષા કરી અને કાયદાકીય પ્રક્રિયા તથા માનવાધિકારનું મૂલ્યાંકન કર્યું."
મેટાએ જણાવ્યું હતું કે, "સમીક્ષા કર્યા બાદ અમે એવાં સ્થાનો પર આ સામગ્રીના ઍક્સેસ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યાં તે સ્થાનિક કાયદાની વિરુદ્ધ છે."
બીજી તરફ ભાજપે આપના આરોપને ફગાવી દીધો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. અનિલ પટેલે બીબીસી સંવાદદાતા શ્યામ બક્ષી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ આખી પ્રક્રિયામાં ભાજપની કોઈ ભૂમિકા નથી.
ડૉ. અનિલ પટેલે વધુમાં જણાવ્યું, "વર્ષ 2022માં પણ તેમનાં સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભાજપ લોકશાહીમાં માને છે, તેમનાં ઍકાઉન્ટ્સ સસ્પેન્ડ થયાં તેમાં અમારી કોઈ ભૂમિકા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યા મામલે કોની સામે ફરિયાદ નોંધાઈ?
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી મામલે વૉર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારના ભાણેજની થયેલી હત્યા મામલે પોલીસે વૉર્ડ નંબર ચારના કૉંગ્રેસનાં ઉમેદવાર લીલાબહેન ચૌધરીના પતિ ભરતભાઈ ચૌધરી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણામાં ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી કેતન પટેલના જણાવ્યા પ્રમાણે "આ માથાકૂટમાં મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર ચારના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા કરી દેવામાં આવી છે."
કેતન પટેલના જણાવ્યા પ્રમાણે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી મામલે વૉર્ડ નંબર ચારમાં કૉંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી.
મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે મિતેન ચૌધરી, ધીમંત ચૌધરી સહિતના મિત્રો જ્યારે માનવઆશ્રમ ચોકડીથી તાવડીયા તરફ જઈ રહ્યા હતા તે સમયે 4થી 5 શખ્સોએ ગાડી રોકી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર, લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા મિતેન ચૌધરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલામાં ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે અને તેઓ સારવાર હેઠળ છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી કેતન પટેલને મહેસાણાના ડિવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું, "મિતેન ચૌધરી પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. તે સમયે ફરિયાદી હર્ષભાઈએ વચ્ચે પડીને તેમને છોડાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આરોપીઓએ મિતેનને તિક્ષ્ણ હથિયારો વડે માર્યો હતો. ત્યાર બાદ મિતેશનું મૃત્યુ થયું હતું. આરોપીઓની સામે ગુનો નોંધાયો છે."
પોલીસે કૉંગ્રેસ ઉમેદવાર લીલાબહેન ચૌધરીના પતિ ભરત ચૌધરી, ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ નામનાં વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
"મરણ જનાર મિતેન ચૌધરી ભાજપના ઉમેદવારના ભાણેજ થાય છે તથા આરોપી ભરતભાઈ ચૌધરી કૉંગ્રેસ ઉમેદવારના પતિ થાય છે."
મિલાપ પટેલે વધુમાં જણાવ્યું કે "હાલના તબક્કે ચૂંટણી એક કારણ હોઈ શકે છે પરંતુ આ એક પૂર્વનિયોજિત કાવતરું છે કે નહીં, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે."
આ મામલે આરોપીઓ તથા કૉંગ્રેસનાં ઉમેદવાર લીલાબહેન ચૌધરીનો પક્ષ લેવાની કોશિશ થઈ રહી છે. તેમનો પક્ષ આવશે એટલે અહીં ઉમેરવામાં આવશે.
'ગુજરાત AAPનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભાજપના ઇશારે બંધ કરાયાં', આપ નેતાઓનો આરોપ, ભાજપે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીનાં સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
ઈસુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું, "જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવવા સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે ત્યારે ભાજપના ઇશારે પાર્ટીનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે."
બીજી તરફ મેટાએ કારણ આપતાં જણાવ્યું છે કે, "અમને આ એકાઉન્ટ્સને પ્રતિબંધ કરવાની કાયદાકીય વિનંતી મળી હતી. અમે તેની સમીક્ષા કરી અને કાયદાકીય પ્રક્રિયા તથા માનવાધિકારનું મૂલ્યાંકન કર્યું."
"સમીક્ષા કર્યા બાદ અમે એવાં સ્થાનો પર આ સામગ્રીના ઍક્સેસ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યાં તે સ્થાનિક કાયદાની વિરુદ્ધ છે," એમ મેટાએ જણાવ્યું હતું.
બીજી તરફ ભાજપે આપના આરોપને ફગાવી દીધો છે.
ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. અનિલ પટેલે બીબીસી સંવાદદાતા શ્યામ બક્ષી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ આખી પ્રક્રિયામાં ભાજપની કોઈ ભૂમિકા નથી.
ડૉ. અનિલ પટેલે વધુમાં જણાવ્યું, "વર્ષ 2022માં પણ તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભાજપ લોકશાહીમાં માને છે, તેમનાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ થયાં તેમાં અમારી કોઈ ભૂમિકા નથી."
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી : ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યા, શું થયું હતું? –
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણામાં ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી કેતન પટેલના જણાવ્યા પ્રમાણે "આ માથાકૂટમાં મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર ચારના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા કરી દેવામાં આવી છે."
કેતન પટેલના જણાવ્યા પ્રમાણે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી મામલે વૉર્ડ નંબર ચારમાં કૉંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી.
મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે મિતેન ચૌધરી, ધીમંત ચૌધરી સહિતના મિત્રો જ્યારે માનવઆશ્રમ ચોકડીથી તાવડીયા તરફ જઈ રહ્યા હતા તે સમયે 4થી 5 શખ્સોએ ગાડી રોકી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર, લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા મિતેન ચૌધરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલામાં ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે અને તેઓ સારવાર હેઠળ છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી કેતન પટેલને મહેસાણાના ડિવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું, "પ્રાથમિક દૃષ્ટિએ આ ચૂંટણી મામલાની અદાવત હોય તેવું લાગે છે. આ મામલે મહેસાણા પોલીસે વિવિધ ટીમ બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પકડાયા બાદ તેમની પૂછપરછ કર્યા પછી ખબર પડશે કે આ હત્યા કયા આધારે કરવામાં આવી છે."
જોકે, પોલીસે આરોપીઓ કોઈ ચોક્કસ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોવાની સ્પષ્ટતા કરી નહોતી.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. આ સંબંધમાં એક અધિસૂચના જારી કરવામાં આવી છે.
પેટ્રોલિયમ વિભાગ તરફથી જારી કરવામાં આવેલી આ અધિસૂચના પ્રમાણે, પેટ્રોલ અને ડીઝલ એમ બંનેની કિંમતોમાં 26.77 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સરકારનું કહેવું છે કે આ નવી કિંમત 25 એપ્રિલથી લાગુ થશે.
બીબીસી ઉર્દૂના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં હવે પેટ્રોલની કિંમત 393.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની નવી કિંમત 380.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
પાકિસ્તાને કેરોસીનની કિંમતમાં પણ 63.60 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. પાકિસ્તાનમાં હવે કેરોસીનની નવી કિંમત 365.21 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં અમેરિકા-ઈરાન વાતચીતનો ઉલ્લેખ નહીં
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી એક પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદ પહોંચી ગયા છે. તેમના આ પ્રવાસ પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની કોઈ મિટિંગનો ઉલ્લેખ નથી.
આ પહેલાં ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અરાગચીની ઇસ્લામાબાદ યાત્રા દરમિયાન "ઈરાન અને અમેરિકા વચ્ચે મિટિંગની કોઈ યોજના નથી."
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું, "વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના નેતૃત્વમાં એક ઈરાની પ્રતિનિધિમંડળ આજે ઇસ્લામાબાદ પહોંચ્યું છે. તેમનું સ્વાગત નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇસહાક ડાર, ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું."
નિવેદનમાં કહેવાયું છે કે "આ પ્રવાસ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાનના વરિષ્ઠ નેતૃત્વ સાથે બેઠક કરશે, આ બેઠકોમાં ક્ષેત્રમાં હાલના ઘટનાક્રમો તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા થશે."
ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, 'ઈરાન એક ઑફર આપી રહ્યું છે, અમારે જોવું પડશે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે "ઈરાન એક ઑફર આપી રહ્યું છે અને અમારે જોવું પડશે."
જોકે, તેમનું કહેવું છે કે તેમને ખબર નથી કે ઑફર કઈ છે.
ફોન કૉલ દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે અમેરિકા કોની સાથે વાતચીત કરી રહ્યું છે, તો તેમણે આ મામલે કોઈ સ્પષ્ટ જાણકારી ન આપી.
તેમણે કહ્યું, "તેઓ એવા લોકો સાથે વાત કરે છે જેઓ હાલ સત્તામાં છે."
તેમણે એમ પણ કહ્યું કે આવતા સપ્તાહે જ્યારે બ્રિટનના કિંગ ચાર્લ્સ અમેરિકા આવશે, ત્યારે તેઓ તેમની સાથે ઈરાન પર ચર્ચા કરશે.
આ પહેલાં વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી કે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિક્ટૉફ અને જૅરેડ કુશ્નર ઈરાન સાથે વાતચીત માટે ઇસ્લામાબાદની યાત્રા કરશે.
ઈરાનની સરકારે પણ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી ઇસ્લામાબાદના પ્રવાસે રહેશે, પરંતુ આ નિવેદનમાં એ ઉલ્લેખ નથી કે તેઓ આ પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે વાતચીત કરશે કે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન