રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે બહાર લઈ જવાયા?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક હોટલમાં વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડિનર કરી રહ્યા હતા, ત્યારે જ ફાયરિંગના અવાજો સંભળાયા. બાદમાં સુરક્ષાકર્મીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલિક બહાર લઈ ગયા હતા.
ત્યાં હાજર સુરક્ષા અધિકારીઓ પ્રમાણે કાર્યક્રમમાં સાતથી આઠ ગોળીઓ ચલાવાઈ હતી.
થોડી વાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું, "શૂટર પકડાઈ ગયો છે, પરંતુ શો ચાલુ રહેવો જોઈએ."
આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે જાણકારી આપી, તેમણે હુમલાખોરને 'બીમાર' ગણાવ્યો.
આ ઘટના બાદ થોડી વારમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાતે એ અંગે જાણકારી આપી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "વૉશિંગ્ટન ડીસીમાં સાંજ ઘણી ઘટનાપૂર્ણ રહી. સિક્રેટ સર્વિસ અને લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓએ શાનદાર કામ કર્યું. તેમણે ઝડપી અને બહાદુરીપૂર્વક કાર્યવાહી કરી."

ઇમેજ સ્રોત, Kevin Mazur/Getty Images for OP
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



