You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા બ્રિજ ખુલ્લો મુકાયો
આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ અંદાજે સાત મહિના બાદ ફરીથી શરૂ થયો છે.
બ્રિજનો જે ભાગ તૂટી પડ્યો હતો ત્યાં હવે લોખંડનું માળખું બેસાડી દેવામાં આવ્યું છે. જેમાં 100 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બ્રિજ પર લટકી રહેલા ટૅન્કરને ઉતારવાનું કાર્ય જે વિશ્વકર્મા ગ્રુપ દ્વારા કરાયું હતું તે જ ગૃપે આ બ્રિજને જોડવાનું કાર્ય કર્યું છે.
આ ગૃપના કેતનભાઈ ગજ્જરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોઈ પણ સપોર્ટ વગર તૈયાર કરાયેલા બ્રિજને ખેંચીને બે પિલર પર બેસાડવાનું કાર્ય ખરેખર પડકારજનક હતું. પણ અમારા ઍન્જિનિયર્સે આયોજનપૂર્વક તેને પાર પાડ્યું છે. આ બ્રિજની ક્ષમતાનું ટૅસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે 150 ટન વજન ઝીલવાની ક્ષમતા ધરાવે છે.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન