You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના વારસાની અનોખી સફરે લઈ જતી નેરૉગેજ ટ્રેન, શું છે તેનો ઇતિહાસ અને ખાસિયતો?
ગુજરાતના વારસાની અનોખી સફરે લઈ જતી નેરૉગેજ ટ્રેન, શું છે તેનો ઇતિહાસ અને ખાસિયતો?
ગુજરાતમાં ગાયકવાડ શાસન દરમિયાન જંગલોમાંથી લાકડા લઈ જવા માટે શરૂ કરાયેલી આ 110 વર્ષથી વધુ જૂની નેરૉગેજ ટ્રેન આજે પણ એક વારસા તરીકે અસ્તિત્વમાં છે.
નવસારીના બિલીમોરાથી ડાંગ જિલ્લાના વઘઈ સુધી જતી 63 કિલોમીટર લાંબી આ રેલવે લાઇનનું નિર્માણ વર્ષ 1913-14માં કરવામાં આવ્યું હતું.
વારસા અને ઇતિહાસની આ જીવંત ઓળખસમી ટ્રેનની વિશેષતા તેના મુસાફરોના ચહેરા પરના સ્મિતથી પારખી શકાય છે.
આ ટ્રેન ગુજરાતના રજવાડી શાસનનો ઇતિહાસ જાણે પોતાની અંદર સમાવીને બેઠી છે.
બિલીમોરા-વઘઈ નેરૉગેજ ટ્રેનના ઇતિહાસ અને ખાસિયતો શું છે? જાણો, આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન