એલપીજી, એલએનજી તથા સીએનજી શું છે અને તે કઈ રીતે બને છે?

એલપીજી, સીએનજી, બાયો-સીએનજી અને પીએનજી શું છે ? તે કેવી રીતે મળે, ભારતમાં એલપીજીની અછત, રસોઈગેસ રાંધણ ગેસ નથી મળતો, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વાડી પ્રભાકર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

છેલ્લા કેટલાક દિવસોથી રાંધણગૅસના ભાવોમાં અસામાન્ય ઉછાળો આવ્યો છે, જેના કારણે એલપીજી ચર્ચામાં છે, તો સીએનજી વાહનો સારા હોય છે. આ રીતે અલગ-અલગ પ્રકારના ગૅસની ચર્ચા તમે નિયમિત રીતે સાંભળતા હશો.

ત્યારે શું એલપીજી, સીએનજી, પીએનજી, બાયો-સીએનજી શું છે? શું આ બધા ગૅસ સરખા છે?

તેમની વચ્ચે શું તફાવત હોય છે અને શા માટે તે અલગ-અલગ નામથી ઓળખાય છે, તેમનું બંધારણ કેવું હોય છે, વગેરે જેવી રસપ્રદ બાબતો ઉપર નજર કરીએ

ગૅસ કેવી રીતે બને છે?

એલપીજી, સીએનજી, બાયો-સીએનજી અને પીએનજી શું છે ? તે કેવી રીતે મળે, ભારતમાં એલપીજીની અછત, રસોઈગેસ રાંધણ ગેસ નથી મળતો, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

કોલસા અને ક્રૂડઑઇલમાંથી નેચરલ ગૅસ મળે છે. જેનો મુખ્ય ઘટક મિથેન (CH4) હોય છે. જેમાં કાર્બનનો અને હાઇડ્રોજનના ચાર અણુ હોય છે.

આ સિવાય તેમાં અન્ય પ્રકારના કુદરતી ગૅસ, કાર્બન ડાયોક્સાઇડ અને વરાળ હોય છે. તેનો ઉપયોગ ન કેવળ ઇંધણ તરીકે, પરંતુ અલગ-અલગ પ્રકારના કેમિકલ અને ઉત્પાદનો બનાવવા માટે પણ થાય છે.

નેચરલ ગૅસને બનવામાં વર્ષોનો સમય લાગે છે. પ્રાચીન સમયમાં મૃત છોડ-ઝાડ, સુક્ષ્મજીવો ધરતી અને દરિયાના પેટાળમાં દબાઈ ગયાં અને પછી તેની ઉપર એક પછી એક થર ઉમેરાતાં ગયાં.

રેતી, માટી અને પથ્થરોના ભારે દબાણ અને પૃથ્વીના તાપમાનને કારણે તેના રાસાયણિક બંધારણમાં ફેરફાર થયા. જેમાંથી કોલસો, ઑઇલ તથા અલગ-અલગ પ્રકારના કુદરતી ગૅસ બન્યા.

કુદરતી ગૅસભંડારના બે પ્રકાર

એલપીજી, સીએનજી, બાયો-સીએનજી અને પીએનજી શું છે ? તે કેવી રીતે મળે, ભારતમાં એલપીજીની અછત, રસોઈગેસ રાંધણ ગેસ નથી મળતો, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ભૂગર્ભમાં રહેલા કુદરતી ગૅસને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.

પરંપરાગત ભંડાર: સામાન્ય રીતે તે ક્રૂડઑઇલના ભંડારોની સાથે જ મળી આવે છે. તે ક્રૂડઑઇલ સાથે ભળેલો હોય છે અથવા થરની ઉપરના ભાગે હોય છે, તેથી તેને કાઢવો સહેલો હોય છે.

બિનપરંપરાગત ભંડાર: તે પૃથ્વીના સઘન પડમાં રહેલો હોય છે. જેમ કે, શૅલ ગૅસ, રેતાળ ખડકોની વચ્ચે ગૅસ અથવા કોલસાની ખાણોમાંથી મળી આવતો મિથેન. વિશેષ પ્રકારની ટૅક્નૉલૉજીથી આ ગૅસ કાઢવામાં આવે છે.

ક્રૂડઑઇલની સાથે જે ગૅસ મળી આવે છે તેને પાઇપ દ્વારા એકઠો કરવામાં આવે છે. પૃથ્વીમાંથી જે ગૅસ નીકળે છે, તેમાં મિથેનની સાથે વરાળ અને બીજી કેટલીક અશુદ્ધિઓ હોય છે. જેને હઠાવીને શુદ્ધ મિથેન ગૅસને અલગ કરવામાં આવે છે.

આ પ્રક્રિયામાં એલપીજીની (પ્રોપેન તથા બ્યૂટેન) સાથે બીજી ઉપપેદાશો મળે છે.

શુદ્ધ ગૅસની સાથે સીએનજી, એલએનજી પીએનજીએ વપરાશના આધારે અલગ-અલગ પ્રકાર છે.

કેટલા પ્રકારના ગૅસ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ત્યારે એક સવાલ એ થાય કે ગૅસનાં અલગ-અલગ નામ કેમ હોય છે અને તેમની વચ્ચે શું તફાવત હોય છે? આ વિભાજન મોટાભાગે તેના વપરાશના પ્રકાર અથવા તો પ્રાપ્યતાના સ્રોતના આધારે થાય છે.

  • એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) :

એલપીજીમાં મુખ્યત્વે પ્રોપેન તથા બ્યૂટેન ગૅસ હોય છે. જે મુખ્યત્વે બે સ્રોતમાંથી મેળવવામાં આવે છે.

જ્યારે રિફાઇનિંગ ટાવરમાં ક્રૂડઑઇલને ગરમ કરવામાં આવે છે, ત્યારે હળવા ગૅસ તેમાંથી અલગ થઈને ટોચ ઉપર પહોંચી જાય છે. તે એલપીજી (પ્રોપેન તથા બ્યૂટેન) હોય છે.

જ્યારે પૃથ્વીના પેટાળમાં કુદરતી ગૅસ કાઢવામાં આવે છે, ત્યારે તેમાં માત્ર મિથેન નથી હોતો, પરંતુ પ્રોપેન અને બ્યૂટેન પણ હોય છે. આ ગૅસનું શુદ્ધિકરણ અને વિભાજન કરવામાં આવે છે, જેમાં પ્રોપેન, બ્યૂટેન તથા મિથેન અલગ થાય છે.

સિલિન્ડરમાં ભરીને એલપીજી ગૅસને વાપરવામાં આવે છે અને તે ઘર, હોટલ તથા રેસ્ટોરાંમાં વપરાશમાં લેવાય છે અને તે સળગે છે ત્યારે તે બ્લુ રંગનો હોય છે.

સીએનજી (કમ્પ્રેશ્ડ નેચર ગૅસ) :

તેમાં મુખ્યત્વે મિથેન ગૅસ હોય છે. નેચરલ ગૅસને ખૂબ ઊંચા દબાણ હેઠળ ટાંકાઓમાં ભરવામાં આવે છે.

તેવો વપરાશ મુખ્યત્વે કાર, બસ તથા ઑટોમાં થાય છે. તે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

એલપીજી, સીએનજી, બાયો-સીએનજી અને પીએનજી શું છે ? તે કેવી રીતે મળે, ભારતમાં એલપીજીની અછત, રસોઈગેસ રાંધણ ગેસ નથી મળતો, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગૅસ)

કુદરતી ગૅસને માઇનસ 160 ડિગ્રી આસપાસ ઠંડો કરવામાં આવે છે એટલે તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે છે. આ રીતે તેનું કદ લગભગ 600માં ભાગનું થઈ જાય છે.

જે દેશોમાં ગૅસની પાઇપલાઇન નથી અને ખૂબ જ દૂર આવેલા છે, ત્યાં સુધી ગૅસનું પરિવહન એલએનજી સ્વરૂપે થાય છે.

પીએનજી (પાઇપ્ડ નેચરલ ગૅસ)

આ પણ કુદરતી ગૅસનું એક સ્વરૂપ છે. જોકે, તેના માટે સિલિન્ડરની જરૂર નથી. તે પાઇપલાઇન મારફત સીધો જ તમારા રસોઈઘર સુધી પહોંચે છે.

જે વિસ્તારમાં ગૅસની પાઇપલાઇન હોય, ત્યાં આ પાઇપ વાટે આ ગૅસ પહોંચે છે. વીજળીની જેમ, જેટલો ગૅસ વપરાય, એટલું બિલ આવે છે.

ક્રૂડઑઇલમાંથી કેવી રીતે ગૅસ મેળવવામાં આવે છે?

ક્રૂડઑઇલમાંથી જે ગૅસ મળે છે, તેને રિફાઇનરીઓમાં વપારશયોગ્ય બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા 'ફ્રૅક્શનલ ડિસ્ટિલૅશન' તરીકે ઓળખાય છે.

રિફાઇનરીના ટાવરમાં લગભગ 750 ફેરનહિટ તાપમાને ગરમ કરેલું ક્રૂડઑઇલને સૌથી નીચેના ભાગેથી પ્રવેશે છે.

ટાવરમાં તે તે અલગ-અલગ તાપમાને ઠંડો પડીને ભિન્ન-ભિન્ન પેટ્રોલિયમ પેદાશનું સ્વરૂપ ધારણ કરે છે.

જેમ કે સૌથી ઉપરના (< 85°F) ભાગે હળવો રાંધણ ગૅસ (એલપીજી) મળે છે. વચ્ચેના ભાગે (85°F - 650°F) પેટ્રોલ, નેપ્થા, કેરોસિન અને ડીઝલ મળે છે. જ્યારે સૌથી નીચેન ભાગે લ્યુબ્રિકન્ટ્સ, જહાજ માટેનું ઑઇલ તથા ડામર વધે છે.

બાયોગૅસ અને બાયોસીએનજી

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ ગામમાં ગાયના છાણને મહિલાઓએ કેવી રીતે બનાવ્યું આવકનું સાધન?

જે રીતે પૃથ્વીના પેટાળમાંથી કુદરતી સ્વરૂપે ગૅસ કાઢી શકાય છે, એવી જ રીતે જૈવિક કચરામાંથી પણ આ પ્રકારનો ગૅસ બનાવી શકાય છે. તેને બાયોગૅસ તરીકે ઓળખવામાં આવે છે.

છાણ અને ખેતીના કચરાને એક ટાંકીમાં નાખવામાં આવે છે. તેબાહ્યા હવાના સંપર્કમાં નથી આવતો. એ પછી સડવા માંડે છે અને ગૅસ બને છે.

બાયોગૅસમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરીને લગભગ 90 ટકા જેટલો શુદ્ધ મિથેન મેળવી શકાય છે. ખૂબ જ ઊંચા દબાણે તેને સિલિન્ડરમાં ભરવામાં આવે છે, જે બાયો-સીએનજી તરીકે ઓળખાય છે.

તેમાં સીએનજી જેવી જ ખાસિયત અને ગુણવતા હોય છે તથા વાહનોમાં તેનો ઇંધણ તરીકે વપરાશ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન