ગુજરાતમાં હવામાન પલટાશે, શું છે વરસાદને લઈને આગાહી?
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભારે ગરમી અનુભવાય રહી હતી. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કરનારા લોકોને છેક મોડી સાંજે રાહતની અનુભૂતિ થઈ રહી છે.
જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સબળ સિસ્ટમની અસર ઊભી થઈ છે. જેની અસર હેઠળ ઉત્તર ભારતમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
ગવે તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને વાતાવરણ પલટાશે. હાલ ગુજરાતમાં મહદંશે આકાશ સ્વચ્છ જોવા મળી રહ્યું છે, પરંતુ મંગળવાર સાંજથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પડશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત દેશના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી નાની-નાની સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદ પડશે. જેની અસર શનિવાર (તા. 21મી માર્ચ) સુધી જોવા મળી શકે છે.
બુધવારથી ક્યાં હવામાન પલટાવાની અને વરસાદ પડવાની શરૂઆત થશે અને તે રાજ્યના કયા-કયા ભાગો સુધી વિસ્તરશે, તેના વિશે જુઓ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



