ટ્રમ્પ બોલ્યા, 'ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને હંમેશાં માટે બંધ ન કરવા થયું રાજી', પાકિસ્તાન વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પ બોલ્યા, 'ઈરાન હોર્મુઝને હંમેશાં માટે બંધ ન કરવા થયું રાજી' – ન્યૂઝ અપડેટ ટ્રમ્પ બોલ્યા, 'ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને હંમેશાં માટે બંધ ન કરવા થયું રાજી' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images

વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની કરેલી ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ નાખી છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં ઈરાન તણાવ દરમિયાન અમેરિકાના સહયોગ કરનારા દેશોનો આભાર પ્રગટ કર્યો છે. સાથે અન્ય દેશો પર નિશાન પણ તાક્યું છે.

સૌ પ્રથમ ટ્રમ્પે ઈરાન દ્વારા હોર્મુઝને ખોલવાના ઍલાન બાદ ઈરાનને ધન્યવાદ કહ્યું. જોકે, પછીની પોસ્ટમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન સમજૂતી નથી કરતું ત્યાં સુધી તેની 'નૌસેના દ્વારા તેની નાકાબંધી' ચાલુ રાખવામાં આવશે.

ટ્રમ્પે એક અન્ય પોસ્ટમાં નાટો પર નિશાન તાક્યું અને તેને 'કાગળનો વાઘ' કહ્યો.

તેમણે કહ્યું, "હવે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલો મામલો સમાપ્ત થયો છે ત્યારે મને નાટો તરફથી ફોન આવ્યો અને મદદ માટે પૂછવામાં આવ્યું. મેં તેમને કહ્યું કે હવે તેઓ દૂર રહે, જ્યાં સુધી તેઓ પોતાનાં જહાજોમાં ઑઇલ નહીં ભરવા માંગતા હોય ત્યાં સુધી. જ્યારે તેમની જરૂર હતી ત્યારે તેઓ બેકાર સાબિત થયા. કાગળના વાઘ."

તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડમાર્શલ આસિમ મુનીરનો ધન્યવાદ વ્યક્ત કર્યો. સાથે પાકિસ્તાની વડા પ્રધાન અને ફિલ્ડમાર્શલને 'મહાન અને બહેતરીન' ગણાવ્યા.

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત કાયદા સાથે જોડાયેલાં બિલ પાસ ન થવા બદલ શું કહ્યું?

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત કાયદા સાથે જોડાયેલાં બિલ પાસ ન થવા બદલ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

લોકસભામાં શુક્રવારે મહિલા અનામત કાયદામાં સંશોધન બિલ વોટિંગ બાદ પાસ ન થઈ શક્યું. એનડીએ બિલના પક્ષમાં બેત્રત્યાંશ વોટ હાંસલ કરવામાં નાકામ રહ્યું.

ત્યાર બાદ લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષે 'સંવિધાન પર થયેલા હુમલાને હરાવી દીધો' છે.

તેમણે સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "સંવિધાન પર જે હુમલો થયો, તેને અમે હરાવી દીધો છે. અમે સ્પષ્ટ કહ્યું છે કે આ મહિલા અનામત બિલ નહોતું. આ હિંદુસ્તાનના ચૂંટણી માળખાને બદલવાની કોશિશ હતી. તેને અમે રોકી છે."

રાહુલ ગાંધીએ એ પણ જણાવ્યું કે વિપક્ષ ક્યારે તેનું સમર્થન કરશે.

તેમણે કહ્યું, "હું વડા પ્રધાનને કહું છું કે જો તમે મહિલા બિલ ઇચ્છો છો તો 2023નું મહિલા બિલ કાઢો. તેને આજે જ લાગુ કરો. વિપક્ષ 100 ટકા સમર્થન આપશે."

કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, "આ દેશના લોકતંત્રની વાત હતી. દેશની અખંડતાની વાત હતી. અમે ક્યારેય તેનાથી સહમત ન થઈ શકીએ કે મહિલા અનામતને તમે ડિલિમિટેશન સાથે જોડો અને જૂની જનગણના સાથે ચાલો જેમાં ઓબીસી સામેલ નથી."

તેમણે કહ્યું, "મહિલા વિરોધી વિચારની તેઓ વાત કરે છે. જેમણે હાથરસમાં કશું ન કર્યું, ઉન્નાવમાં કશું ન કર્યું, મણિપુરમાં મહિલાઓ માટે કશું ન કર્યું, ખેલાડીઓ મામલે કશું ન કર્યું, તેઓ હવે અમને કહે છે કે અમે મહિલા વિરોધી છીએ."

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાનું કર્યું ઍલાન

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાનું કર્યું ઍલાન

ઇમેજ સ્રોત, Burak Kara/Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકા સાથે યુદ્ધવિરામના બાકીના સમય સુધી હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાનું ઍલાન કર્યું છે.

ઍક્સ પર એક નિવેદન જારી કરીને તેમણે કહ્યું, "લેબનોનમાં યુદ્ધવિરામ બાદ તમામ વ્યવસાયિક જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાનો રસ્તો યુદ્ધવિરામની બાકીની અવધિ સુધી પૂર્ણ પ્રકારે ખુલ્લો થયાનું ઘોષિત કરવામાં આવે છે."

અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં ઘોષણા કરી હતી કે તે હોર્મુઝ સ્ટ્રેટની નૌસેના દ્વારા નાકાબંધી શરૂ કરશે.

આ પહેલાં ઈરાને ફેબ્રુઆરીમાં અમેરિકા-ઇઝરાયલ હુમલાના જવાબમાં દુનિયાના સૌથી વ્યસ્ત ઑઇલ શિપિંગ માર્ગ એટલે કે હોર્મુઝને ઘણાં સપ્તાહ સુધી પ્રભાવી રીતે બંધ કરી દીધો હતો.

ઈરાન-અમેરિકા વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ લાગુ છે. જે 22 એપ્રિલના રોજ સમાપ્ત થશે.

ઈરાને અમેરિકા સાથેની વાતચીત પહેલાં લેબનોન સહિત આખા મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામની શરત મૂકી હતી. જોકે, ઇઝરાયલ અને અમેરિકાએ કહ્યું હતું કે યુદ્ધવિરામ સમજૂતીમાં લેબનોન સામેલ નથી.

તે સમયે ઈરાન અ વાતચીતમાં મધ્યસ્થ પાકિસ્તાને પણ કહ્યું હતું કે યુદ્ધવિરામમાં લેબનોનને પણ સામેલ કરવામાં આવે.

અમિત શાહે કહ્યું, 'વિપક્ષ મહિલાઓને અનામત આપવાના વિરોધમાં'

અમિત શાહે કહ્યું, 'વિપક્ષ મહિલાઓને અનામત આપવાના વિરોધમાં' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SANSAD TV

લોકસભામાં મહિલા અનામત કાયદા અને ડિલિમિટેશન સાથે જોડાયેલાં બિલો પર લોકસભામાં વોટિંગ પહેલાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વિપક્ષ મહિલા અનામતના વિરોધમાં છે.

તેમણે કહ્યું, "ઇન્ડિ એલાયન્સના તમામ સભ્યોએ જો અને તો, કારણકે, પરંતુ જેવા શબ્દો લગાવીને સ્પષ્ટ રીતે મહિલા અનામતનો વિરોધ કર્યો છે."

તેમણે કહ્યું, "ઘણી જગ્યાએ જોવા મળે છે કે વિરોધ અમારા દૃષ્ટિકોણની જગ્યાએ લાગુ કરવાની રીત પર છે."

"દેશની જનતાની સામે સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે વિરોધ લાગુ કરવાની રીતનો નથી પરંતુ તેમનો વિરોધ માત્ર મહિલા અનામતની સામે જ છે. બિલમાં રહેલી જોગવાઈનો છે, બિલને જે પ્રકારે લાગુ કરવામાં આવ્યું છે તે રીતનો નથી."

મહિલા અનામત : રાહુલ ગાંધીએ કહ્યું, 'સંશોધન બિલ દેશની ચૂંટણીનો નકશો બદલવાની કોશિશ'

મહિલા અનામત : રાહુલ ગાંધીએ કહ્યું, 'સંશોધન બિલ દેશની ચૂંટણીનો નકશો બદલવાની કોશિશ' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SANSAD TV

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા અનામત અને પુન: સીમાંકન બિલ અંગેની ચર્ચામાં કહ્યું, "પહેલું સત્ય તો એ છે કે આ મહિલા બિલ નથી. તેના મહિલા સશક્તીકરણ સાથે કોઈ લેવાદેવા નથી. વર્ષ 2023માં આ ગૃહે જ મહિલા અનામત બિલ પાસ કર્યું હતું."

"ભાજપમાં મારા મિત્રો અને શિક્ષકોએ કહ્યું હતું કે એ બિલ દસ વર્ષના ગાળામાં અમલમાં મુકાશે. મહિલાઓનું બિલ એ છે. આ ભારતના ચૂંટણીલક્ષી નકશાને બદલવા માટેનો એક પ્રયાસ છે, જેને છુપાવવા માટે ભારતની મહિલાઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જે ખરેખર તો આ એક શરમજનક કૃત્ય છે."

તેમણે કહ્યું, "એ જૂનું બિલ લાવો અને વિપક્ષના સભ્યો હાલની ઘડીએ જ તેને પાસ કરવામાં મદદ કરશે. અમે આ ઘડીથી જ તેના અમલીકરણ માટે મદદ કરશું."

મહિલા અનામત બિલ માટે વડા પ્રધાન મોદીએ તમામ રાજકીય પક્ષોને શું અપીલ કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહિલા અનામત બિલ

ઇમેજ સ્રોત, ANI

સંસદમાં ત્રણ દિવસીય વિશેષ સત્રના બીજા દિવસે લોકસભામાં બોલતી વખતે ડીએમકે સાંસદ કનિમોઈ કરુણાનિધિએ ડીલિમિટેશન (પુન: સીમાંકન) બિલના ટાઇમિંગ અને મહિલા અનામતને તેની સાથે સાંકળવાની વાત પર સવાલ ઉઠાવ્યો.

સાથે જ તેમણે મહિલા અનામત મુદ્દે ચર્ચા વચ્ચે ગુરુવાર રાત્રે આ અંગે અધિસૂચના જાહેર કરી દેવાની વાત પર પણ સવાલ ઉઠાવ્યો.

તેમણે કહ્યું, "જ્યારે મહિલા અનામત મુદ્દે સંસદમાં ચર્ચા ચાલી રહી છે તો ગઈ કાલ રાત્રે તેને અધિસૂચિત કરવાનો શો અર્થ છે?"

કનિમોઈએ તેને 'ટ્રૅપ' એટલે કે જાળ ગણાવી, જ્યારે દક્ષિણનાં રાજ્યોના અન્ય વિપક્ષના સાંસદોએ પ્રતિનિધિત્વ ઘટવાની આશંકા વ્યક્ત કરી.

ગુરુવારે ચર્ચાના પ્રથમ દિવસે વડા પ્રધાને વિપક્ષનાં દળોની આશંકા અંગે કહ્યું હતું કે, "પહેલાં જે સીમાંકન થયું છે અને અગાઉનું જે પ્રમાણ ચાલતું આવે છે, તેમાં કોઈ બદલાવ નહીં થાય. એ પ્રમાણે જ પુન: સીમાંકન થશે."

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટ્વીટ કરીને કહ્યું કે, "સંસદમાં ધારાસભાઓમાં મહિલા અનામતનો માર્ગ મોકળો કરતા ઐતિહાસિક બિલ પર ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે શરૂ થયેલી ચર્ચા મોડી રાત્રે એક વાગ્યા સુધી ચાલી અને આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી તેના પર ચર્ચા થઈ રહી છે. સરકાર આ બિલની હકીકતો અને તેના તર્ક અંગેનાં બધાં ભય અને ગેરસમજનું નિરાકરણ લાવી છે. બધી ચિંતાઓનું નિરાકરણ લાવીને ખૂટતી માહિતી પૂરી પાડવામાં આવી છે."

તેમણે આગળ કહ્યું કે, "લગભગ ચાર દાયકા સુધી ધારાસભાઓમાં મહિલા અનામત મુદ્દે અતિશય વિલંબ કરવામાં આવ્યો. હવે સમય પાકી ગયો છે કે દેશની અડધી વસતીને નિર્ણયપ્રક્રિયામાં તેનો ન્યાયિક હક અપાય. સ્વતંત્રતાના આટલા દાયકા પછી પણ આ ક્ષેત્રમાં મહિલાઓનું આટલું મર્યાદિત પ્રતિનિધિત્વ હોવું એ યોગ્ય બાબત નથી. થોડી વારમાં લોકસભામાં આના પર મતદાન થશે. હું બધા રાજકીય પક્ષોને આ અંગે કાળજીપૂર્વક વિચારી અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાની અપીલ કરું છું."

વડા પ્રધાન મોદીએ મહિલા અનામત બિલની તરફેણમાં આગળ લખ્યું કે, "નારી શક્તિ વતી હું બધા સભ્યોને એવી પણ વિનંતી કરવા માગું છું કે તેઓ ભારતની મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું કંઈ ન કરે. કરોડો મહિલાઓ આપણને, આપણા ઇરાદા અને નિર્ણયોને જોઈ રહી છે... હું ફરી એક વાર નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાને ટેકો આપવાની વિનંતી કરું છું."

ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનાં વખાણ કર્યાં અને કહ્યું, 'હું ઇસ્લામાબાદ જઈ શકું છું'

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન યુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે શાંતિ કરાર માટે પોતે ઇસ્લામાબાદ જઈ શકે છે.

એક સવાલના જવાબમાં તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પણ વખાણ કર્યાં અને તેમને પોતાના 'સારા મિત્ર' ગણાવ્યા.

ઉલ્લખનીય છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે હાલ શાંતિ પ્રક્રિયાના પ્રયાસો મામલે તહેરાનમાં છે.

તેમણે ગુરુવાર રાત્રે (ભારતીય સમયુ અનુસાર) રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી.

વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ ઈરાન સાથે શાંતિ વાર્તા વિશે અને પાકિસ્તાન જવાની સંભાવના વિશે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, "પાકિસ્તાન બહુ સારું કરી રહ્યું છે. હું ઇસ્લામાબાદ જઈ શકું છું. જો પાકિસ્તાનમાં ડીલ સાઇન થાય તો હું ઇસ્લામાબાદ જઈ શકું છું."

તેમણે પાકિસ્તાનના નેતૃત્વનાં વખાણ કરતાં કહ્યું કે, "પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને ત્યાંના વડા પ્રધાન બહુ સારું કરી રહ્યા છે. હું ત્યાં જઈ શકું છું."

મંગળવારે ટ્રમ્પે ન્યૂયૉર્કને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો શરૂ થઈ શકે છે.

લેબનોનની સેનાનો આરોપ, સીઝફાયર છતાં ઇઝરાયલે હુમલો કર્યો

લેબનોન

ઇમેજ સ્રોત, Reuters

લેબનોનની સેનાએ કહ્યું કે ઇઝરાયલ સાથે સીઝફાયર છતાં અનેક વખત ઉલ્લંઘન થયું છે.

સોશિયલ મીડિયા ઍક્સ પર પોતાના આધિકારિક ઍકાઉન્ટ પર એક પોસ્ટમાં સેનાએ કહ્યું કે તેણે લેબનોનનાં ગામો પર ઇઝરાયલના કેટલાક હુમલા રેકૉર્ડ કર્યા છે.

લેબનોનની સેનાએ કહ્યું કે ઇઝરાયલ તરફથી રોકાઈ-રોકાઈને કેટલીક વખત ગોળીબાર થયો છે.

સેનાએ વિસ્થાપિત લોકોને આગ્રહ કર્યો છે કે તે દક્ષિણના વિસ્તારોમાં પાછા ફરતી વખતે સાવચેતી રાખે અને જોખમવાળા વિસ્તારોથી દૂર રહે.

ઇઝરાયલ સાથે સંઘર્ષવિરામની જાહેરાત બાદ હુમલાના કારણે લેબનોનમાં વિસ્થાપિત થયેલા લોકો હવે પોતાનાં ઘરો તરફ પાછા ફરવા લાગ્યા છે.

આ સંઘર્ષવિરામ પછી લેબનોનમાં કેટલાક લોકોએ ઉજવણી કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રના રેફ્યુજી ચીફે લેબનોનમાં દસ લાખ લોકોના વિસ્થાપિત થયા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે 'ત્વરિત મદદ'ની અપીલ કરી છે.

સમાચાર લખાય છે ત્યાં સુધી ઇઝરાયલ અથવા તેની સેના 'આઈડીએફ' તરફથી આ આરોપો પર કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી.

જોકે લેબનોન સાથે સમજૂતી પછી ઇઝરાયલે કહ્યું કે આ માત્ર હિઝબુલ્લાહના હુમલાના જવાબમાં સૈન્ય કાર્યવાહી કરશે.

ઇઝરાયલ-લેબનોન કરાર પછી ટ્રમ્પે હિઝબુલ્લાહને કરી શાંતિ માટે અપીલ

ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે, સંઘર્ષવિરામ દરમિયાન હિઝબુલ્લાહ યોગ્ય વર્તન કરશે

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ લેબનોનમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહને ઇઝરાયલ સાથે લાગુ કરાયેલા યુદ્ધવિરામનું પાલન કરવાની અપીલ કરી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "મને આશા છે કે આ મહત્ત્વપૂર્ણ સમય દરમિયાન હિઝબુલ્લાહ સારું અને યોગ્ય વર્તન કરશે."

ટ્રમ્પે આગળ લખ્યું, "જો તેઓ આવું કરશે, તો આ તેમના માટે 'મહાન' સમય હશે. હવે કોઈ હત્યા નહીં થાય. આખરે શાંતિ થવી જોઈએ."

અગાઉ, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે લેબનોન અને ઇઝરાયલ 10 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

આ યુદ્ધવિરામ ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 2:30 વાગ્યે શરૂ થયો.

યુદ્ધવિરામની જાહેરાત કરતી પોતાની પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે લેબનીઝ રાષ્ટ્રપતિ જૉસેફ ઑન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી.

તકનીકી રીતે, આ યુદ્ધવિરામ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે છે, જ્યાં હિઝબુલ્લાહ સક્રિય છે.

એક ઇઝરાયલી અધિકારીએ બીબીસીના અમેરિકાના પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે યુદ્ધવિરામ દરમિયાન, ઇઝરાયલ ફક્ત "હિઝબુલ્લાહના હુમલાઓ"નો લશ્કરી જવાબ આપશે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું હતું કે, વધુ સ્થાયી શાંતિ કરાર માટે ઈરાન સમર્થિત જૂથને નિઃશસ્ત્ર કરવાની જરૂર પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન