ગૅસની અછતથી રાજકોટના ફરસાણના વેપારીઓ ચિંતિત, શું કહે છે?

ગૅસની અછતથી રાજકોટના ફરસાણના વેપારીઓ ચિંતિત, શું કહે છે?

ઇઝરાયલ-અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો, એ પછી દેશમાં એલપીજીનો પુરવઠો ખોરવાઈ ગયો છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે ઘરેલુ વપરાશ માટે પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. સાથે જ કૉમર્શિયલ સિલિન્ડર વપરાશકર્તાઓને પીએનજી તરફ વળવા સૂચન કર્યું છે.

આ બધાની વચ્ચે રાજકોટની લગભગ ત્રણ હજારથી વધુ ફરસાણની દુકાનના માલિકો ચિંતિત છે.

હાલ તો મોટા વેપારીઓ પાસે ગૅસનો સ્ટૉક છે અને દુકાનમાં ગરમાગરમ ગાંઠિયા તળાઈ રહ્યા છે, જે ગ્રાહકને મળી પણ જાય છે, પરંતુ જો ગૅસ સિલિન્ડરના સપ્લાયની સ્થિતિ આમને આમ રહી તો કદાચ લોકો આ ગરમ ગાંઠિયાનો સ્વાદ ન પણ માણી શકે.

કેટલીક દુકાનોમાં તો લાઇવ તાવડા બંધ જ થઈ ગયા છે. વેપારીઓ અને ગ્રાહકો આ અંગે શું કહે છે, જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન