You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુવૈતમાં ઈરાનના હુમલામાં એક ભારતીય કામદારનું મોત - ન્યૂઝ અપડેટ
કુવૈત પર ઈરાનના હુમલામાં એક ભારતીયનું મોત નીપજ્યું છે. કુવૈતના વીજ અને જળ મંત્રાલયે જણાવ્યું કે એક પાવર અને ડિસેલિનેશન પ્લાન્ટ પર ઈરાન તરફથી હુમલો થયો છે.
આ હુમલામાં એક ભારતીય કામદારનું મૃત્યુ થયું છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નિવેદનમાં જણાવ્યું કે "હુમલાથી પ્લાન્ટને ઘણું નુકસાન થયું છે. ટેકનિકલ ટીમો કામ કરી રહી છે, જેથી જરૂરી સેવાઓ સતત ચાલુ રહે."
મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા એન્જિનિયર ફાતિમા અબ્બાસ જોહર હાઇતાએ રવિવારે સાંજે જણાવ્યું કે ઇમારતને કોઈ મોટું નુકસાન નથી થયું.
તેમણે કહ્યું કે "વીજળી અને પાણીની વ્યવસ્થાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. તકનીકી ભાગ ચોવીસે કલાક પૂર્ણ ક્ષમતાએ કામ કરી રહ્યા છે."
ઈરાનમાં અમે સત્તા પરિવર્તન કરાવી દીધું છે- ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમેરિકા માને છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવાનું કામ થઈ ગયું છે.
તેમણે ગયા સપ્તાહે ફોક્સ ન્યૂઝ સમક્ષ પણ આવી જ ટિપ્પણી કરી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે "તમે કહી શકો કે સત્તા પરિવર્તન થઈ ગયું છે, કારણ કે તેઓ માર્યા ગયા છે."
વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "તમે જુઓ તો અમે સત્તા પરિવર્તન કરાવી દીધું છે, કારણ કે તેઓ ખતમ થઈ ગયા છે, નાશ પામ્યા છે, તેઓ બધા માર્યા ગયા છે. નવું શાસન લગભગ મૃત છે અને ત્રીજા શાસકો અગાઉ કરતાં અલગ લોકો છે. તેથી અમે માનીએ છીએ કે સત્તા પરિર્વનન થયું છે."
તેમણે કહ્યું કે તેઓ માને છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાની ક્રિકેટર ફખર ઝમાં સામે બૉલ ટેમ્પરિંગના આરોપો, અમ્પાયરે પેનલ્ટી લગાવી
પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદરના ખેલાડી પર બૉલ ટેમ્પરિંગના આરોપો લાગ્યા છે.
આના કારણે કરાચી કિંગ્સ સાથેના મુકાબલા દરમિયાન ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવાઈ હતી. ત્યાર પછી લાહોર કલંદર ટીમ હારી ગઈ.
અમ્પાયરોને જાણવા મળ્યું કે છેલ્લી ઓવર અગાઉ લાહોર કલંદરના ખેલાડી ફખર ઝમાંએ ખોટી રીતે દડાની સ્થિતિ બદલવા પ્રયાસ કર્યો હતો.
છેલ્લી ઓવરમાં કિંગ્સને જીત માટે 14 રનોની જરૂર હતી. અમ્પાયરોએ ટેમ્પરિંગ કરવાના આરોપમાં કલંદરને પાંચ રનની પેનલ્ટી લગાવી હતી. સાથે સાથે કરાચી કિંગ્સની માગણીને ધ્યાનમાં રાખીને બૉલ પણ બદલવામાં આવ્યો હતો.
સાઉદી અરેબિયામાં અમેરિકાનું વિમાન ક્ષતિગ્રસ્ત
બીબીસી વેરિફાઇએ કેટલીક તસવીરોની ચકાસણી કરી છે જેમાં સાઉદી અરેબિયામાં એક ઍરબેઝ પર અમેરિકન કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ વિમાન બે ટુકડામાં તૂટેલું જોવા મળે છે.
આ તસવીરો સૌથી પહેલાં એક ફેસબુક પેજ પર શૅર કરવામાં આવી હતી, જે અમેરિકન સેનાને લગતા સમાચાર આપે છે. તેમાં ઇ-3 સેન્ટ્રી વિમાન બે ભાગોમાં તૂટેલું જોવા મળે છે.
બીબીસી વેરિફાઇએ પુષ્ટિ કરી કે આ તસવીરો સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલા પ્રિન્સ સુલતાન ઍરબેઝની છે.
તસવીરોમાં દેખાતા થાંભલા, સ્ટોરેજ યુનિટ અને પાકી જગ્યા પર બનેલા નિશાન સેટેલાઇટ તસવીરો સાથે મેળ ખાય છે.
એક અમેરિકન અધિકારીઓ રૉયટર્સને જણાવ્યું હતું કે ઍરબેઝ પર ઈરાની હુમલામાં 12 અમેરિકન કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન