You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : દેશમાં તાલિબાન શાસનમાં આપઘાતના કિસ્સા કેમ વધી રહ્યા છે?
અફઘાનિસ્તાન : દેશમાં તાલિબાન શાસનમાં આપઘાતના કિસ્સા કેમ વધી રહ્યા છે?
વર્ષ 2021માં અમેરિકન સૈન્યના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનની સત્તા ફરી એક વાર તાલિબાનના હાથમાં આવી ગઈ હતી.
આ સ્થિતિ પહેલાંથી દયનીય હાલતમાં રહી રહેલા દેશના સામાન્ય નાગરિકો માટે આઘાતજનક સાબિત થઈ હતી.
પાછલા અમુક સમયથી દેશમાં સ્થાનિક મીડિયામાં આત્મહત્યાના પ્રયાસોની ઘટના અંગેના ઘણા અહેવાલો જોવા મળી રહ્યા છે. તેમાંથી ઘણા કિસ્સા બાળકીઓ અને મહિલાઓના પણ છે.
અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આ દેશમાં આ ચિંતાજનક વલણને લઈને ત્યાંના સત્તાધીશો પાસે કોઈ આધિકારિક આંકડા ઉપલબ્ધ નથી.
કેટલી મુશ્કેલ છે દેશની પરિસ્થિતિ અને કેટલી વિકટ છે આ સમસ્યા, જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.