You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દારૂ પીને લાઇવ રિપોર્ટિંગ કરતાં મહિલા પત્રકાર વાઇરલ, વડા પ્રધાને શું કહ્યું?
- લેેખક, હેલેન લિવિંગસ્ટોન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 2 મિનિટ
ઇટાલીમાં ચાલી રહેલા વિન્ટર ઑલિમ્પિકનું લાઇવ રિપોર્ટિંગ કરતા સમયે જીભ થોથવાતી હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ઑસ્ટ્રેલિયાનાં મહિલા સ્પૉર્ટ્સ પત્રકારે માફી માગી છે. આ મામલે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને પણ પ્રતિક્રિયા આપી છે.
ચૅનલ-9નાં પ્રેસ રિપોર્ટર ડૅનિકા મેસને સ્વીકાર કર્યું કે લાઇવ ટેલિવિઝન પર આવવા પહેલાં શરાબ પીવા મામલે તેમની ધારણા ખોટી હતી.
જોકે, તેમણે કહ્યું કે તીવ્ર ભૂખને કારણે અને વધારે ઊંચાઈ હોવાને કારણે તથા ભયંકર ઠંડીને કારણે તેમણે શરાબ પીધો હતો.
બીજા દિવસે તેમણે કહ્યું, "હું સંપૂર્ણ જવાબદારી લેવા માગું છું, પરંતુ મારે આમ કરવાની જરૂર નહોતી. મને શરમ આવતી હતી."
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમાં કશું ખોટું નથી, બની શકે કે તેઓ જેટ લૅગથી પ્રભાવિત હોય, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ડૅનિકાના સમર્થક છે અને તેમાં કશું જોવા લાયક નહોતું.
આખા દિવસ રિપોર્ટિંગ કર્યા બાદ ડૅનિકાએ ઇગુઆના (એક પ્રકારનો જીવ) અને કૉફીની કિંમત પર ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું, "અહીં કૉફીની કિંમત યોગ્ય છે, પરંતુ તમારે અમેરિકામાં કૉફીની કિંમત માટે આદત પાડવી પડશે. મને ઇગુઆના મામલે ખબર નથી. અહીં આ બધું ક્યાંથી આવે છે તે મને ખબર નથી."
તેમણે બુધવારે ટુડે બ્રેકફાસ્ટ ટેલિવિઝન શોમાં યજમાનોની ટિપ્પણીનો જવાબ આપતા આમ કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આંખ બંધ કરીને ઘૂરતાં નજર આવતાં હતાં. સ્પૉર્ટ્સના રિપોર્ટનો બાકીનો ભાગ રિપોર્ટિંગ કરતી વખતે તેમની જીભ ચોટતી હતી. યુકે અને યુએસએ જેવા શબ્દો તેઓ અટકી-અટકીને બોલતાં હતાં. તે જ ક્ષણે સ્ટુડિયોમાં યજમાન કાર્લ સ્ટૅફાનોવિકે તેમની પાછળ હસતા હોવાનો અવાજ આવ્યો.
સ્ટૅફાનોવિકે કહ્યું, "ઠંડી ઋતુ ખરેખર એક સમસ્યા છે. હોઠ હલાવવા પણ મુશ્કેલ બની જાય છે, ખરું ને?"
લોકોની પ્રતિક્રિયા
તેમની વાઇરલ થયેલી રિપોર્ટિંગ ક્લિપ્સને લઈને ઑસ્ટ્રેલિયામાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે.
ઍક્સ પર એક વ્યક્તિએ લખ્યું, "તે ઠીક છે. તેમાં કંઈ પણ ખોટું નથી. તેઓ ત્યાં ખુશ છે."
બીજી વ્યક્તિએ કહ્યું, "જો તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નથી, તો તેમને તરત જ કાઢી મૂકવા જોઈએ. આ તદ્દન અનપ્રૉફેશનલ વ્યવહાર છે."
નૅશનલ રગ્બી લીગના કવરેજ માટે જાણીતાં સ્પૉર્ટ્સ પત્રકાર ડૅનિકા મેસન ગુરુવારે સવારે એક વખત ફરી ટુડે શોમાં દેખાયાં.
લાઇવ રિપોર્ટિંગ કરતાં તેમણે કહ્યું, "હું દર્શકોની માફી માગવા માગું છું. ઠીક છે?"
તેમણે દર્શકોનો આભાર પણ વ્યક્ત કર્યો જેમણે તેમને ચિંતાભર્યા સંદેશાઓ મોકલ્યા હતા.
તેમણે કહ્યું, "હું સ્વસ્થ છું, પરંતુ મને શરમ અનુભવાય છે."
ડૅનિકાએ વધુમાં ઉમેર્યું કે, "મેં સ્થિતિનું યોગ્ય આકલન ન કર્યું, ઘણી ઠંડી હતી. ઊંચાઈ વધારે હતી. મેં રાત્રે ભોજન પણ નહોતું કર્યું. આ પરિસ્થિતિઓમાં મારે શરાબ નહોતો પીવો જોઈતો હતી, પરંતુ હું જવાબદારી લઉં છું, મારે આમ નહોતું કરવું જોઈતું હતું."
"મને ઘણો ખેદ છે. મને સંદેશ મોકલનારાઓને ધન્યવાદ."
ટુડે શોના હૉસ્ટ જેન આઝોપાર્ટીએ ડૅનિકાને કહ્યું, "અમને ખબર છે કે તમે કેટલી મહેનત કરો છો."
જ્યારે કે સ્ટૅફાનોવિકે કહ્યું કે તેઓ 'લિજન્ડ' છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન