ગુજરાતના આ જિલ્લાઓમાં હવે પડશે કમોસમી વરસાદ

ગુજરાતના આ જિલ્લાઓમાં હવે પડશે કમોસમી વરસાદ

ગયા અઠવાડિયે ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો તથા કેટલાંક સ્થળોએ કરાં પણ પડ્યાં હતાં.

એ વાતની ચિંતા હજુ દૂર નથી થઈ કે આ સપ્તાહે ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે તડકાને બદલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભારતમાં વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ એક પછી એક સક્રિય થશે. તેની અસર હેઠળ અફઘાનિસ્તાન અને ઓમાનમાં વરસાદ પડી રહ્યો છે. જે આગામી દિવસો દરમિયાન ગુજરાત ઉપર છવાશે.

આ સિવાય દેશના અલગ-અલગ ભાગોમાં નાના-નાના સાઇક્લૉનિક સર્ક્યુલેશન ઊભાં થઈ રહ્યાં છે, જેની પણ ગુજરાત ઉપર અસર થશે.

આ સિવાય ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે તથા આગામી દિવસો દરમિયાન ગાઢથી સામાન્ય વાદળ જોવા મળી શકે છે.

ક્યાં કેવા પ્રકારનું હવામાન રહેશે, કેવો અને કેટલો વરસાદ પડી શકે છે, તેના વિશે વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન