You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વર્લ્ડકપ : 'જ્યારથી માહિકા લાઇફમાં આવી છે...', ભારતના વિજય પછી હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
રવિવારે ન્યૂઝીલૅન્ડની ટીમની 10મી વિકેટ પડી કે મેદાનની અંદર, બહાર કે વિશ્વમાં જ્યાં ક્યાંય હોય, ત્યાં ભારતીય ક્રિકેટ ફૅન્સમાં હરખની હેલી ફરી વળી હતી.
અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ તથા હાર્દિક પંડ્યા જેવા ગુજરાતી ખેલાડીઓનો 'હોમ પીચ' ઉપર હરખ ઊડીને આંખે વળગતો હતો.
અક્ષર પટેલે મૅચ જોવા આવેલા તેમના નાના દીકરાને ખભા ઉપર ઊઠાવી લીધો હતો.
તો હાર્દિક પંડ્યાનાં ગર્લફ્રૅન્ડ માહિકા શર્મા મેદાન ઉપર ધસી ગયાં હતાં. માહિકા ઑલરાઉન્ડર હાર્દિકને વળગી પડ્યાં હતાં.
માહિકાએ તિરંગા સાથે મેદાન ઉપર ફરતા હાર્દિક પંડ્યા પાસે તેમનો સિગ્નેચર પૉઝ કરાવ્યો હતો. હાર્દિકે પણ મૅચ પછીના ઇન્ટરવ્યૂમાં માહિકા વિશે વાત કરી હતી.
'જ્યારથી માહિકા આવી છે....'
કોઈ એક ખેલાડીને બે-બે વખત આઇસીસી ટી20 વર્લ્ડકપની ટ્રૉફી ઊઠાવવા મળે, તેવું જ્વલ્લે જ બને અને હાર્દિક પંડ્યા આવા જ એક ખેલાડી છે.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અનેક વખત હાર્દિક પંડ્યાનાં ગર્લફ્રૅન્ડ માહિકા શર્મા તેમની સાથે જોવા મળ્યાં હતાં.
ફાઇનલની મૅચ પછીની વાતચીત દરમિયાન હાર્દિકે કહ્યું હતું, "જ્યારથી લાઇફમાં માહિકા આવી છે, જીત જ જીત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પંડ્યાએ કહ્યું હતું, "મારી પાસે હજુ 10 વર્ષ સુધી ક્રિકેટ રમવાની ક્ષમતા છે અને હું વધુ 10 આઇસીસી ખિતાબ જીતવા માંગુ છું. એ મારું લક્ષ્યાંક છે. (ઘર આંગણે અને ફરીથી ટ્રૉફી જીતવી) એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. ભારતમાં વર્લ્ડકપ જીતવો, લોકોનો ઉત્સાહ બધું અભૂતપૂર્વ છે."
"મને આત્મવિશ્વાસ હતો. ગઈકાલથી જ મને ખબર હતી કે અમે જ ચૅમ્પિયન બનીશું. હારવાનો વિચાર જ નહોતો આવ્યો. હું ઈશ્વરનો આભારી છું. હું જ્યારે ઇંગ્લૅન્ડ સામે 19મી ઓવર નાખી રહ્યો હતો, ત્યારે હું વર્ષ 2024ના વર્લ્ડકપની ફાઇનલ મૅચને વાગોળી રહ્યો હતો."
"સૅમસન અને ઈશાન કિશન વિશે તેમણે કહ્યું હતું કે આ વાત તમને જિંદગી શીખવે છે. જ્યારે તમે સખત મહેનત કરો અને બીજાની ખુશીમાં રાજી થાવ, ત્યારે ઈશ્વર તમે તકો આપે છે. આખા દેશે એ વાત શીખવા જેવી છે. જ્યારે તમે ચૂપચાપ સખત મહેનત કરો, ત્યારે ઈશ્વર તમને તકો આપે છે. તેમના ઉપર ગર્વ છે."
હાર્દિકે રવિવારની મૅચમાં ચાર ઓવરમાં નવની સરેરાશથી 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે 13 બૉલમાં 18 રનનો ફાળો આપ્યો હતો. પોતાની ઇનિંગમાં હાર્દિકે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યા હતા.
ક્રિકેટના આંકડાનું વિશ્લેષણ કરતી વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફોના ડેટા પ્રમાણે, વર્લ્ડકપ દરમિયાન હાર્દિક પંડ્યાએ વર્તમાન વર્લ્ડકપમાં હાર્દિકે 33 ઓવર ફેંકી છે.
198 બૉલમાં તેમણે 291 રન આપીને નવ વિકેટ લીધી છે. તેમની ઇકૉનૉમી રેટ 8.81ની તથા સ્ટ્રાઇક-રેટ 22ની રહી છે.
વર્લ્ડકપ દરમિયાન ભારતની તમામ નવ મૅચમાં હાર્દિકે બૅટિંગ કરી હતી અને 217 રન બનાવ્યા હતા. તેઓ એક વખત નૉટઆઉટ રહ્યા હતા. આ દરમિયાન તેમનો સર્વોચ્ચ જુમલો 52 રનનો રહ્યો હતો.
હાર્દિકે 160.74ની સ્ટ્રાઇક-રેટ સાથે 27.12ની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં તેમણે બે અડધી સદી ફટકારી હતી. આ સિવાય 15 વખત બૉલને હવામાં અને 13 વખત ચોગ્ગા મારીને બાઉન્ડ્રીની બહાર મોકલી હતી.
વર્ષ 2024માં હાર્દિક પંડ્યા અને નતાશા સ્તેન્કોવિકનાં ડાઇવૉર્સ થયાં હતાં. દંપતીના દીકરા અગસ્તસ્યની જવાબદારી નતાશાએ સંભાળી છે.
એ પછીના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, માહિકા શર્માએ હાર્દિક પંડ્યાનાં ગર્લફ્રેન્ડ છે.
માહિકાએ દિલ્હીની નૅવી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી કૉલેજમાં ઇકૉનૉમિક્સ અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો.
એ પછી માહિકાએ મૉડલિંગ અને ક્રિયેટિવ ફિલ્ડમાં હાથ અજમાવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન