You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 મેચની લાઇવ કમેન્ટ્રીમાં સુનીલ ગવાસ્કરે જ્યારે થેપલાં સમજાવ્યાં
થેપલાં.. ફાફડા અને ખાખરા.. આ કોઈપણ ગુજરાતી માટે નવાઈની વાત નથી. આ ગુજરાતીઓ માટે રોજની વાત છે.
પરંતુ એક ગુજરાતી ન હોય એવા વ્યક્તિ થેપલા શું હોય એ સમજાવે તો?
'થેપલા એક બહુ સારી વાનગી છે, સ્વાદિષ્ટ હોય છે. એમાં પણ જો દહીં સાથે ખાવામાં આવે તો વધારે સરસ લાગે છે.'
આ વાક્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની લાઇવ કમેન્ટ્રીમાં સાંભળવા મળ્યા. જી હાં, બુધવારે ભારત બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં રમાયેલી ટી-20 મેચમાં આ કમેન્ટ્રી થઈ હતી.
ક્રિકેટ કમેન્ટર અને પૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કરે આ વાત કમેન્ટ્રીમાં કરી હતી. તેમણે કહ્યું 'જ્યારે પણ હું ગુજરાત જાઉં છું, થેપલાં જરૂરથી ખાઉં છું.'
તમને આ પણ વાંચવું ગમશે
સુનીલ ગવાસ્કર ગુજરાતના સંદર્ભે આ વાત તેમના સાથી કમેન્ટરને કહેતા હતા. તેઓએ થેપલાં કેવા હોય તે વાત સમજાવવાની પણ કોશિશ કરી હતી.
પરંતુ અંતે સુનીલ ગવાસ્કર બોલ્યા, 'કઈ રીતે સમજાવું કે કેવા હોય છે થેપલાં? પણ તમે ખાશો તો પાક્કું તમને ભાવશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર થેપલાં ચર્ચાયા
જેઓ આ મેચ જોઈ રહ્યા હતા તેમણે થેપલાં વિશે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું. કેટલાકે તો થેપલાં ગવાસ્કરના સરનામે મોકલવાનું કહ્યું તે કેટલાકે ગવાસ્કરને ઘરે થેપલાં ખાવા આવવાનું નિમંત્રણ આપી દીધું.
નિલેશ સોનીએ લખ્યું હતું કે શ્રીલંકામાં કોઈપણ ગુજરાતી પરિવાર આ કમેન્ટને પોતાની સાથે જોડી શકે છે.
અનિલ વાઘાણીએ થેપલાંનું પાર્સલ કરવાનું કહી દીધું હતું.
પ્રશાંત દરજીએ લખ્યું કે જ્યારે થેપલાં કમેન્ટ્રીમાં સાંભળવા મળે ત્યારે ખુશી થાય છે.
'આઈએમનઝીશ' નામના ટ્વિટર યુઝરે તો થેપલાંની તસવીર જ પોસ્ટ કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો