Apache Guardian ભારતીય વાયુસેના માટે કે છે આટલું ખાસ

વાંચવાનો સમય: 1 મિનિટ

ભારતે અમેરિકા સાથે 22 અપાચે ગાર્ડિયન હેલિકૉપ્ટરના કરાર કરેલા છે અને તે પૈકીનું પ્રથમ હેલિકૉપ્ટર ભારતની વાયુસેનાને અમેરિકાના એરિઝોનાથી મળી ગયું છે.

આ હેલિકૉપ્ટર અંગે ભારતીય વાયુસેનાએ ટ્ટીટ કર્યુ છે.

હવે અપાચે ગાર્ડિયનનો ઉપયોગ કરનારો ભારત દુનિયાનો 14મો દેશ બન્યો છે ત્યારે જાણો આ હેલિકૉપ્ટર કેમ ખાસ ગણાય છે:

  • અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર લેઝ, ઇન્ફ્રારેડ અને રાત્રે પણ જોઈ શકાય એવી વ્યવસ્થાઓ ધરાવે છે. આને લીધે તે યુદ્ધ કે સેનાના ઓપરેશનમાં અંધારી રાતે પણ અચૂક પ્રહાર કરી શકે છે.
  • અપાચે ગાર્ડિયનથી આધુનિક પ્રકારના મિસાઇલ્સ ફાયર કરી શકાય છે.
  • બોઇંગ એએચ-64E એ અમેરિકાનું સૈન્ય અને વિકસિત દેશોની વાયુસેના અત્યાધુનિક હેલિકૉપ્ટર ગણાય છે અને એક સાથે અનેક કામ કરી શકે છે.
  • 1975માં બનેલા આ હેલિકૉપ્ટરને અમેરિકાની સેનામાં 1986માં સામેલ કરવામાં આવ્યું હતું.
  • બે જનરલ ઇલેક્ટ્રિક T700 ટર્બોશિફ્ટ એન્જિન ધરાવતા અપાચેમામં આગળ સેન્સર કિટ હોય છે.
  • તે 365 પ્રતિકલાક કિલોમિટરની ઝડપે ઊડી શકે છે.
  • અપાચે ગાર્ડિયનમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ્સ હોય છે અને તે ઉપરાંત તેની બંને તરફ 30MMની બે ગન લગાવવામાં આવેલી હોય છે.
  • 5,165 કિલો વજન ધરાવતા અપાચે ગાર્ડિયનમાં એક સાથે બે પાઈલટ બેસી શકે એવી જગ્યા હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો