You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘આએગા તો મોદી હી’, કહેનારા અનુપમ ખેરને લોકોએ શું જવાબ આપ્યા? - સોશિયલ
અભિનેતા અનુપમ ખેરે એક ટ્વીટ બાદ ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યા છે. દેશમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે જ્યાં એક તરફ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ટીકા થઈ રહી છે. ત્યાં અનુપમ ખેરે સરકારની તરફેણમાં ટ્વીટ કર્યું, જે બાદ ટ્વિટર પર ચર્ચા છેડાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે અનુપમ ખેરે આ ટ્વીટ પત્રકાર શેખર ગુપ્તાના ટ્વીટનો જવાબ આપતા કર્યું હતું.
શેખર ગુપ્તાએ લખ્યું હતું, “60ના દાયકાથી મેં અનેક સંકટો જોયાં, જેમાં ત્રણ યુદ્ધ, દુકાળ અને આપદાઓ સામેલ છે.”
“આ વિભાજન પછીનું સૌથી મોટું સંકટ છે અને ભારતમાં સરકાર આ રીતે ગાયબ હોય, એવું ક્યારેય નથી બન્યું. કૉલ માટે કોઈ કંટ્રોલ રૂમ નથી, કોઈ જવાબદારી નથી.”
શેખર ગુપ્તાને અનુપમ ખેરનો જવાબ
એના જવાબમાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું, “આદરણીય શેખર ગુપ્તાજી આ કંઈક વધારે જ થઈ ગયું. તમારા સ્ટૅન્ડર્ડ કરતાં પણ. કોરોના એક વિપદા છે, આખી દુનિયા માટે.”
“અમે આ મહામારીનો સામનો ક્યારેય નથી કર્યો. સરકારની ટીકા જરૂરી છે. એમની પર આરોપ લગાવો. પણ એની સામે લડવાની જવાબદારી સૌની છે. ડરશો નહીં. આએગા તો મોદી હી! જય હો!”
આ બાદ તેઓ ટ્વિટર પર ટ્રોલ થવા લાગ્યા અને લોકોએ કૉમેન્ટ્સ અને મીમ્સ દ્વારા તેમની ટીકા કરી હતી.
અનુપમ ખેરને લોકોએ શું જવાબ આપ્યા?
માયરા નામનાં યુઝરે અનુપમ ખેર ફોન પર વાત કરી રહ્યા છે, એવી ફિલ્મની એક તસવીર ટ્વીટ કરતાં લખ્યું, ‘આગેતા મોદી હી ટ્વીટ બાદ મોદી સાથે વાત કરતા અનુપમ ખેર’.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એક યુઝર સુખ કે. ગિલે ટ્વીટ કર્યું, ‘અનુપમ ખેરે તેમનો અસલી રંગ બતાવી દીધો.’
યુઝર રવિ કુમાર મીનાએ ટ્વીટ કર્યું, “અનુપમ ખેરની કૉમેન્ટ આગેગા તો મોદી હી, દેશને ચીડવવા જેવી વાત છે.”
રોહિત મલ્હોત્રાએ ટ્વીટ કર્યું, “અન્ય સેલિબ્રિટી: ભારતની વર્તમાન સ્થિતિ અંગે પરેશાન. અનુપમ ખેર: આએગા તો મોદી હીમાં વ્યસ્ત. તમારી પર શરમ આવે છે.”
સાહિલ સઈદ નામના યુઝરે લખ્યું, “અનુપમ ખેરે એ લોકો સાથે વાત કરવી જોઈએ, જેઓ પાયાની ચિકિત્સા માટે રસ્તાઓ પર રઝળી રહ્યા છે. તેમને આયેગા તો મોદી હીનો જવાબ આપવો જોઈએ, તો એમનો અવાજ ભારતનો અસલી અવાજ હશે.”
જોકે એક યુઝર રૉલેટ ગાંધીએ અનુપમ ખેરના પક્ષમાં લખ્યું છે.
તેમણે ટ્વીટ કર્યું, “લોકો અનુપમ ખેરને આ રીતે ખરું-ખોટું કહે છે, જાણે તેઓ હતોત્સાહિત થઈ જશે. અરે ભાઈ આ માણસ પાસે જેટલો જીવનનો અનુભવ છે, એટલો તમારી સાત પેઢી પાસે નહીં હોય. અનુપમજી અમારી પ્રેરણા છે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો