You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ આફ્રિકાએ બૉલિંગમાં કરેલા એ ફેરફાર જેને લીધે ભારતના બૅટ્સમૅન ન ચાલ્યા
આઇસીસી મૅન્સ વર્લ્ડકપ 2026ના સુપર-8 મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રને હરાવી દીધું.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 187 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની ટીમ 18.5 ઓવરમાં માત્ર 111 રન જ બનાવી શકી.
માર્કો યાન્સન તથા કેશવ મહારાજની ઘાતક બૉલિંગને કારણે દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રને હરાવી દીધું. યાન્સેને ચાર અને મહારાજે ત્રણ વિકેટ લીધી હતી. કૉર્બિન બૉશ અને એડન મારક્રમે ક્રમશ: બે અને એક વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની સામે ટી20 વર્લ્ડકપના આ મુકાબલામાં ભારતની ટીમ પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગઈ હતી. તિલક વર્મા અને અભિષેક શર્માનું ફૉર્મ ચિંતાનું કારણ બન્યું છે.
દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવવા કેવી રણનીતિ ઘડી?
દક્ષિણ આફ્રિકાની આ જીત કંઈ રાતોરાત નહોતી આવી. તેમણે તેને માટે તૈયારી કરી હતી અને ખાસ રણનીતિ ઘડી હતી.
મૅચના એક દિવસ પહેલાં ફક્ત ચાર જ ખેલાડીઓ પ્રૅક્ટિસ માટે આવ્યા હતા. તે જોઈને બધાને નવાઈ લાગી હતી. તેમણે માત્ર એક નાઇટ સેશન જ તાલીમ માટે ફાળવ્યું હતું, તેથી બહારથી લાગતું હતું કે બધું સહજ છે. બધા તેને સરળતાથી લેતા હતા.
પરંતુ અંદરથી કશુંક રંધાઈ રહ્યું હતું. દક્ષિણ આફ્રિકા ભારતના બૅટ્સમૅનોને કાબૂમાં રાખવાની અને તેના બૉલરોની ધુલાઈ કરવાની યોજના પર કામ કરી રહ્યું હતું.
મૅચ પહેલાંના બે દિવસથી મોટા ભાગના ખેલાડીઓએ ઇનડોર રહેવાનું પસંદ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મારક્રમે દરમિયાન નેટ સેશનમાં બૉલિંગ કરવાનું શરૂ કરી દીધું.
ખાસ કરીને તેમણે ડાબેડી બૅટ્સમૅનો માટેના ખાસ બૉલની તલાશ હતી. તેમણે આ માટે ખાસ પ્રયત્નો આદર્યા. રવિવારે જ્યારે ભારત સામેની મૅચ રમાઈ ત્યારે મારક્રમના આ પ્રયત્નો ફળ્યા પણ ખરા.
દક્ષિણ આફ્રિકાએ બૉલિંગમાં શું ફેરફાર કર્યા?
મારક્રમ ખાસ એ પ્રકારના બૉલની તલાશમાં હતા જે બેક ઑફ લૅન્થ પીચ થઈને ડાબા હાથના ખેલાડીના સ્ટમ્પ પર જાય.
તેમણે બૉલિંગની શરૂઆત કરી. ઈશાનને ખોટો શૉટ મારવા માટે મજબૂર કરી દીધા. પહેલી ઓવરમાં જ એક વિકેટ પડી ગઈ હતી અને મારક્રમને ખબર હતી કે તેની આ ખાસ રણનીતિએ કામ કરી દીધું છે.
મારક્રમે તેનું કામ કર્યું અને દક્ષિણ આફ્રિકાના પેસ બૉલરોએ પણ તેના પર કામ કર્યું હતું. લૂંગિ એનગિડીએ પણ નેટમાં સ્લૉ બૉલની પ્રૅક્ટિસ કરી હતી. તેમણે પણ સ્લો બૉલ નાખવાનું શરૂ કરી દીધું, કારણ કે તેમને ખબર હતી કે ભારતના ખેલાડીઓ તેને કારણે પરેશાન થશે અને થયા પણ ખરા.
માર્કો યાન્સને અભિષેક શર્મા માટે ખાસ રણનીતિ બનાવી હતી. તેમણે એક એવો બૉલ ફેંક્યો અને તેને કટરની માફક હાથમાંથી છોડ્યો.
અભિષેક શર્મા તેમાં ફસાઈ ગયા અને ઊંચો ફટકો મારી બેઠા. બૉલ બાઉન્ડરીની બહાર તો ન ગયો, પરંતુ કૉર્બિન બૉશના હાથમાં જતો રહ્યો અને તેઓ આઉટ થઈ ગયા.
સ્પિન સામે હાર્ડ હિટર મનાતા ભારતના બૅટ્સમૅનો હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને રિંકુસિંહ સામે કેશવ મહારાજે પણ ખાસ રણનીતિ બનાવી હતી.
મહારાજે તેની પહેલી બે ઓવરમાં 22 રન આપ્યા, પરંતુ 15મી ઑવરમાં તેમણે કમાલ કરી. હાર્દિક પંડ્યા, રિંકુસિંહ અને અર્શદીપસિંહને તેમણે એક જ ઓવરમાં ચાલતા કરી દીધા.
તેમણે ફ્લૅટ બૉલ નાખ્યો હતો. લૅન્થથી થોડો દૂર. ભારતીય બૉલરો છક્કા મારવાની લાલચ ન રોકી શક્યા અને નિષ્ફળ રહ્યા.
ભારતની સમસ્યા ડાબોડી બૅટ્સમૅન
ભારતના ત્રણેય અગ્રણી બૅટ્સમૅન ડાબોડી છે. જેથી કરીને સામેવાળી ટીમ ઑફ-સ્પિનરો પાસે બૉલિંગ આક્રમણની શરૂઆત કરાવે છે. પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સે આવું જ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા પણ એ જ રણનીતિ અપનાવી હતી અને કૅપ્ટન મારક્રમે ઓવરની શરૂઆત કરી.
તેમને ભારતની પીચો પર બૉલિંગ કરવાનો અનુભવ હતો અને તે કામે લાગ્યો.
દક્ષિણ આફ્રિકાએ ગ્રૂપ સ્ટેજની ચારમાંથી ત્રણ મૅચો અમદાવાદ ખાતે રમી હતી.
ટુર્નામેન્ટની શરૂઆતથી જ તેઓ અહીં તાલીમ લઈ રહ્યા છે.
એટલે તેઓ આ પીચ અને સ્ટેડિયમથી વાકેફ છે. આ બાબત સુપર-8ની મૅચના તબક્કે દક્ષિણ આફ્રિકા માટે લાભકારક નીવડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન