You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી
2019ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
બીસીસીઆઈની પસંદગી સમિતિએ સોમવારે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે.
મુંબઈમાં યોજાયેલી આ બેઠક બાદ પત્રકાર પરિષદ કરીને ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
ઇંગ્લૅન્ડમાં યોજાનારા આ વર્લ્ડ કપની આગેવાની વિરાટ કોહલી કરશે.
કોણ છે 15 સભ્યોની ટીમમાં?
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેના ઉપકપ્તાન રોહિત શર્મા હશે.
ટીમ આ મુજબ છે..
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, વિજય શંકર, એમ. એસ. ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજા.
આ ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરો, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતીય ટીમ ક્યારે કોની સામે રમશે મૅચ?
25 મે, (વૉર્મ-અપ) ભારત વિ. ન્યૂઝીલૅન્ડ, ઓવલ
28 મે, (વૉર્મ-અપ) ભારત વિ. બાંગ્લાદેશ, કાર્ડિક
વર્લ્ડ કપમાં રમાનારી મૅચની તારીખો
5 જૂન- ભારત વિ. સાઉથ આફ્રિકા - સાઉથેમ્પટન
9 જૂન - ભારત વિ. ઑસ્ટ્રેલિયા - ધ ઓવલ
13 જૂન - ભારત વિ. ન્યૂઝીલૅન્ડ - ટ્રેંટ બ્રિજ
16 જૂન - ભારત વિ. પાકિસ્તાન - ઓલ્ડ ટ્રેફર્ડ
22 જૂન - ભારત વિ. અફઘાનિસ્તાન - સાઉથેમ્ટન
27 જૂન - ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - ઓલ્ડ ટ્રેફર્ડ
30 જૂન - ભારત વિ. ઇંગ્લૅન્ડ - એજબેસ્ટન
2 જૂલાઈ - ભારત વિ. બાંગ્લાદેશ - એજબેસ્ટન
6 જુલાઈ - ભારત વિ. શ્રીલંકા - લૉડ્સ
ટીમ બૅલેન્સનો પ્રયાસ
પસંદગી સમિતિ દ્વારા વર્લ્ડ કપમાં જનારી ટીમમાં યોગ્ય બૅલેન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટીમમાં પાંચ બૅટ્સમૅન, બે વિકેટકીપર, ત્રણ ફાસ્ટ બૉલર, ત્રણ ઑલરાઉન્ડર અને બે સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પસંદગી સમિતિના અધ્યક્ષ એમ. એસ. કે. પ્રસાદે કહ્યું, "કે. એલ. રાહુલનો રિઝર્વ ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે."
ટીમમાં બૉલર જોડી તરીકે તાજેતરમાં જ જાણીતા બનેલા યાદવ અને ચહલને લેવામાં આવ્યા છે. જેથી કરીને ભારતના સ્પિન આક્રમણને ધારદાર બનાવી શકાય.
કોની ટિકિટ કપાઈ?
આ ટીમમાં રિષભ પંત અને અંબાતી રાયડુને સ્થાન આપવામાં આવ્યું નથી. ટીમની જાહેરાત પહેલાં આ બંને ખેલાડીઓનાં નામ પણ ચર્ચામાં હતાં.
આ ઉપરાંત અજિંક્ય રહાણે, આર. અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવને પણ 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી.
પ્રસાદે કહ્યું કે વિકેટકીપરના મામલાને જોતાં રિષભ પંતના બદલે દિનેશ કાર્તિકને સ્થાન આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "કાર્તિકને ધોનીની ગેરહાજરીમાં જ રમવાની તક મળશે. જો ધોની ઈજાગ્રસ્ત થશે તો તેના સ્થાને કાર્તિકનો સમાવેશ કરવામાં આવશે."
"અમે કાર્તિકના નામ સાથે આગળ વધ્યા, કારણ કે તે પંત કરતાં વધારે અનુભવી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો