You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વર્લ્ડકપ : ઇંગ્લૅન્ડનો એ ખેલાડી જે એકલા હાથે ટીમને સેમિફાઇનલમાં ખેંચી ગયો
ટી20 વર્લ્ડકપના સુપર-8 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને ઇંગ્લૅન્ડે પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આના માટેનું શ્રેય કૅપ્ટન હૅરી બ્રૂકની કપ્તાની ઇનિંગને આપવામાં આવે છે. જેમણે 51 બૉલમાં સદી ફટકારી હતી.
પાકિસ્તાનના 164 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે 166 રન ફટકાર્યા. ટીમના આખા સ્કોરમાં લગભગ 60 ટકા એકલા બ્રૂક્સે બનાવ્યા હતા.
હૅન્રી સ્ટ્રાઉસ કે બૅન સ્ટૉક્સની જેમ ઇનિંગ નથી રમતા. તે માઇકલ વોગન જેવા મૅન-મૅનેજર પણ નથી.
છતાં મંગળવારે તેમણે જ ધીરજપૂર્વક ઇનિંગ રમી, એ તેમને અગ્રણી બૅટ્સમૅનની હરોળમાં મૂકે છે.
હૅરી જ્યારે પાકિસ્તાન સામે 100 રન બનાવીને આઉટ થયા, ત્યારે શાહીન આફ્રિદીએ તેની ઉજવણી ન કરી, પરંતુ સીધા હેરી પાસે ગયા અને તેની સાથે હાથ મિલાવીને ઇનિંગની પ્રશંસા કરી હતી.
ઇંગ્લૅન્ડની ટીમના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉગને ટિપ્પણી કરી, "હેરી બ્રૂકને ત્રીજા ક્રમે બેટિંગ કરતા જોઈને મને લાગે છે કે (કપ જીતવો) શકય છે. તેમની ઇનિંગ સાબિત કરે છે કે ટીમમાં જીનિયસ ખેલાડી છે."
હૅરી બ્રૂકની વિજયી ઇનિંગ
ટુર્નામેન્ટ પહેલાંનો સમય હૅરી બ્રૂક માટે ખાસ સારો ન હતો. ન્યૂઝીલૅન્ડના વૅલિંગ્ટન ખાતે ક્લબમાં માથાકૂટ થઈ હતી.
પહેલાં તેમણે ખોટું કહ્યું કે તેમની સાથે ઇંગ્લૅન્ડના બીજા કોઈ ખેલાડી ન હતા અને પછી કહ્યું કે સાથી ખેલાડીઓને બચાવવા માટે ખોટું બોલ્યા હતા. તેમને દંડ થયો અને ચેતવણી આપવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંપરાગત હરીફ ઑસ્ટ્રેલિયા સામેનું પર્ફૉર્મન્સ નગણ્ય જેવું હતું. વારંવાર તેમના નિર્ણયો અને કપ્તાની પર સવાલ ઊઠ્યા હતા. હજારો ખેલાડીઓ ઇંગ્લૅન્ડની ટીમને ચિયર કરવા ઑસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, પરંતુ તેઓ નિરાશ થયા હતા.
શ્રીલંકા સામેની મૅચમાં તેમણે સદી ફટકારી, એ પછી 'શેમ્પેઇન ઉજવણી' કરી હતી, જેને કેટલાકે બાલિશ ગણાવી તેની ટીકા કરી હતી.
અન્ય કોઈ ટીમના કપ્તાને ખૂબ મોટી ટુર્નામેન્ટ પહેલાં આટલીબધી ઊથલપાથલ નહોતી જોઈ. જોકે, હૅન્રી બ્રૂકે મંગળવારની ઇનિંગ દ્વારા તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો
વર્ષ 2022માં બ્રૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. એ જ વર્ષે ઇંગ્લૅન્ડની ટીમે વર્ષ 2022નો ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.
તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ટ્રીપલ સદી ફટકારી. છતાં તેમની ઉપર આરોપ લાગતા રહ્યા છે કે તેમણે ક્યારેય 'મૅચ જીતાડે' એવી ઇનિંગ નથી રમી.
ગત વર્ષે ભારત સામે તેમણે બે ટેસ્ટ સદી ફટકારી, પરંતુ ઇંગ્લૅન્ડને આ ઇનિંગ્સનો લાભ નહોતો થયો. ઓવલ ખાતે ભારત સામેની પાંચમી ટેસ્ટ મૅચમાં તેમણે જે રીતે વિકેટ ગુમાવી, એ કેટલાક વિવેચકોના મતે 'બેજવાબદારીપૂર્ણ' હતી, જેના કારણે ભારતને સિરીઝ 2-2થી બરાબર કરવાની તક મળી ગઈ
બ્રૂક્સનો ગત વનડે વર્લ્ડકપ ખાતે સર્વોચ્ચ સ્કોર 66 રન હતો. વર્ષ 2022ના ટી20 વર્લ્ડકપમાં તેમની સૌથી મોટી ઇનિંગ 53 રનની હતી. જોકે, મંગળવારની ઇનિંગે તેમના ટીકાકારોને જવાબ આપી દીધા હતા.
હૅન્રી બ્રૂકે અગાઉ ક્યારેય આટલી મોટી ઇનિંગ નહોતી રમી.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મોહમ્મદ યુસૂફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે હેરી બ્રૂકની ઇનિંગને કારણે ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે, બીજી બાજુ, 'પાકિસ્તાનની રૉલર કૉસ્ટર રાઇડ ચાલુ છે.'
ક્રિકેટ પ્રત્યે કટિબદ્ધતા
જે લોકો બ્રૂકની નજીક છે અને ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમ સુધી ઍક્સેસ ધરાવે છે, તેમનું કહેવું છે કે તેઓ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ કટિબદ્ધ છે.
હૅરી બ્રૂકે વર્ષ 2022માં દાદીના અવસાન પછી ચાર મહિનાનો બ્રૅક લીધો. આ દરમિયાન તેમણે પોતાનું વજન ઉતાર્યુ. તેમણે સમય પસાર કરવા કે કોઈ રિયાલિટી શો માટે આમ નહોતું કર્યું.
એ પછી તેમણે કહ્યું હતું કે વર્ષ 2024ના ટી20 વર્લ્ડકપ દરમિયાન તેઓ ઝડપભેર બે-બે રન લઈને સ્ટ્રાઇક જાળવી રાખી શકે, જેથી કરીને પછીની ઓવરમાં ફટકાબાજી કરી શકે, એ માટે આમ કર્યું હતું.
મંગળવારની ઇનિંગમાં 51 બૉલમાં 100 રન બનાવ્યા, એમાંથી તેમણે નવ વખત બે-બે રન દોડીને લીધા હતા.
બ્રૂકે મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમની સ્થિતિ મુજબ, પોતાની ઇનિંગને બદલી હતી. ટૉમ બૅન્ટનની વિકેટ પડી, એ પછીના પાંચ બૉલ સુધી બ્રૂક્સે ધીરજપૂર્વક એક-એક રન લીધા હતા.
જોકે, આ ધૈર્યપૂર્વકની ઇનિંગનો મતલબ એવો ન હતો કે તેઓ 'ખૂબ જ સાવધાનીપૂર્વક' રમી રહ્યા હતા. જ્યારે કોઈ નબળો બૉલ આવ્યો, ત્યારે તેને બાઉન્ડરીની બહાર મોકલ્યો.
બ્રૂકે કહ્યું હતું, "મને ખબર હતી કે અમે વિકેટ ગુમાવી રહ્યા છીએ, પરંતુ હું બહાર નીકળીને ફટકારવાનો પ્રયાસ કરતો રહ્યો, જેથી કરીને તેમની ઉપર દબાણ ઊભું કરી શકાય."
મંગળવારની ઇનિંગ ન કેવળ હૅરી બ્રૂક, પરંતુ કોચર બ્રૅન્ડન મૅકલમ માટે પણ રાહત લઈને આવી જશે. ટીમના તાજેતરના પર્ફૉર્મન્સ પછી મૅકલમના પદ ઉપર જોખમ ઊભું થયું હતું. આગામી સમયમાં ઇંગ્લૅન્ડનું પર્ફૉર્મન્સ આનો નિર્ણય કરશે.
હૅરી બ્રૂક અને કોચ મૅકલમ વચ્ચે જોરદાર કૅમિસ્ટ્રી છે. હૅરી બોલે ત્યારે ઘણી વખત મૅકલમની ફિલૉસૉફીથી વાત કરી રહ્યા હોય, એમ લાગે.
કોચ પણ હૅરીની ખૂબીઓ અને ખામીઓને સારી રીતે પિછાણે છે. એટલે જ મંગળવારે હૅરી બ્રૂકની ઇન્ટરનૅશનલ કૅરિયરમાં પહેલી વખત તેઓ પાંચમાના બદલે ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઊતર્યા.
હૅરીએ આ વાતનું શ્રેય કોચ મૅકલમને આપ્યું હતું. મૅચ શરૂ થઈ, એના લગભગ 121 કલાક પહેલાં જ મૅકલમે કૅપ્ટનને આ આઇડિયા આપ્યો હતો. માત્ર ત્રીજા ક્રમે બેટિંગ કરતા જૅકોબને આ વાત જણાવાઈ હતી.
મૅચ પહેલાં ટીમની બેઠક થઈ, ત્યારે જ આ ફેરફાર વિશે અન્ય ખેલાડીઓને જણાવવામાં આવ્યું હતું.
મૅચ પછી બ્રૂકે કહ્યું, "એના માસ્ટરમાઇન્ડ બેઝ (કોચ) હતા."
"એમણે સવારે મારી સાથે બેટિંગ ઑર્ડરમાં ઉપર જવા વિશે ચર્ચા કરી. જેથી કરીને પાવરપ્લૅનો મહત્તમ લાભ લઈ શકાય."
ઇંગ્લૅન્ડ સુપર-8 રાઉન્ડમાં શુક્રવારે ન્યૂઝીલૅન્ડ સામે મેદાન ઉપર ઊતરશે. ત્યારે તેમની ઉપર માનસિક દબાણ ઓછું હશે. એ પછી તેઓ સેમિફાઇનલ રમવા માટે ભારત આવશે.
ઑસ્ટ્રેલિયાની ટીમ બહાર થઈ ગઈ છે અને ભારતનું સેમિફાઇનલ સુધી પહોંચવું 'જો' અને 'તો'ની વચ્ચે અટવાયેલું છે.
જો ભારત અને શ્રીલંકા સ્પર્ધામાં ટકી રહે, તો દક્ષિણ આફ્રિકા કે વેસ્ટ ઇન્ડીઝમાંથી કોઈ એક ટીમ ચોક્કસથી બહાર થઈ જશે. આ બધા સમીકરણોની વચ્ચે ઇંગ્લૅન્ડ અને વર્લ્ડકપ વચ્ચેનું અંતર અગાઉની સરખામણીએ ઓછું થઈ ગયું હોય તેમ જણાય છે.
બ્રૂકના નિર્ણયો અમુક વખત અચંબામાં મૂકી દે એવા હોય છે, પરંતુ તે ફળદાયી રહ્યા છે. તેઓ ફિલ્ડ ઉપર ખૂબ જ ચપળ છે. બૅટથી તેમણે પરચો દેખાડી દીધો છે અને નેતૃત્વ પણ પુરવાર કરી ચૂક્યા છે.
હેરી બ્રૂકના પર્ફૉર્મન્સ અંગે હર્ષા ભોગલેએ લખ્યું, "નિઃશંકપણે આ ટી20 વર્લ્ડકપના ઇતિહાસની મહાનતમ સદીઓમાંથી એક છે. તે હેરી બ્રૂકની કારકિર્દીમાં માઇલસ્ટૉન સાબિત થશે."
ત્યારે તેઓ ક્રિકેટ વર્લ્ડકપ ઉઠાવનારા ચોથા કપ્તાન બનશે કે કેમ, તેનો ખુલાસો આગામી દિવસોમાં થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન