You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયાની માફક ભારતમાં પણ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી રહી છે?
- લેેખક, અભિષેક ડે
- પદ, ગૌહાટી
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતમાં 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા અંગે વિવાદ છેડાઈ ગયો છે. ઘણાં રાજ્યોના મંત્રીઓનું કહેવું છે કે, તેઓ તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયામાં અમલી બનેલા કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે.
દક્ષિણ ભારતના ઓછામાં ઓછાં બે રાજ્યોના મંત્રીઓએ નિવેદન આપ્યું છે કે, આ પ્રકારનો પ્રતિબંધ લાદવાથી બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવામાં સફળતા મળશે કે કેમ, તે અંગે તેઓ ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.
ગયા સપ્તાહે, ભારતના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાની હેઠળની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક દસ્તાવેજ – 'ઇકૉનૉમિક સરવે'માં એવી ભલામણ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગની વય-મર્યાદા નક્કી કરે.
જોકે આ ભલામણો સરકાર માટે બંધનકર્તા નથી, પરંતુ તે નીતિવિષયક નિર્ણય લેનારાઓ કઈ દિશામાં વિચારી રહ્યા છે તેનો સ્પષ્ટ સંકેત આપે છે. બીજી તરફ, નિષ્ણાતો ચેતવણી આપે છે કે ભારતમાં આ પ્રકારનો પ્રતિબંધ લાદવો સરળ નહીં હોય અને તેમાં કાનૂની પડકારોનો સામનો કરવો પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે મોટા ભાગનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પ્રતિબંધ લગાવનારું વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. આ કાયદા હેઠળ કંપનીઓએ યુઝર્સની વયની ખરાઈ કરવી અને નાની વયના યુઝર્સના એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવા ફરજિયાત છે.
ફ્રાન્સના નીચલા ગૃહમાં પણ 15 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતું વિધેયક મંજૂર કરવામાં આવ્યું છે, જે હવે સૅનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બ્રિટન પણ આવા જ પ્રતિબંધ પર વિચાર કરી રહ્યું છે.
ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં ચર્ચા
આંધ્ર પ્રદેશની સત્તાધારી 'તેલુગુ દેશમ્ પાર્ટી'ના સાંસદ એલ.એસ.કે. દેવરાયલુએ ગયા અઠવાડિયે જ 16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની માગ કરતું ખાનગી સભ્યનું બિલ રજૂ કર્યું હતું. જોકે આવા બિલ કાયદો બનવાની શક્યતા નહિવત્ હોય છે, પરંતુ તે સંસદીય ચર્ચાને ચોક્કસ આકાર આપી શકે છે.
આંધ્ર પ્રદેશ સરકારે વૈશ્વિક નિયમનકારી માળખાનો અભ્યાસ કરવા મંત્રીઓનું એક જૂથ રચ્યું છે અને મૅટા, ઍક્સ, ગૂગલ અને શેરચૅટ જેવાં અગ્રણી પ્લૅટફૉર્મ્સને ચર્ચા માટે આમંત્રિત કર્યાં છે. રાજ્યના આઈટી મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું કે, બાળકો સોશિયલ મીડિયાના "અવિરત ઉપયોગ" તરફ વળી રહ્યાં છે, જેના કારણે તેમની એકાગ્રતા અને શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય રાજ્યોએ આ પ્રકારનાં પગલાંઓમાં રસ દર્શાવ્યો છે.
ગોવાના પ્રવાસન અને આઇટી પ્રધાન રોહન ખૌન્ટેએ જણાવ્યું હતું કે, રાજ્ય એ બાબતની ચકાસણી કરી રહ્યું છે કે, પ્રતિબંધનો અમલ થઈ શકે છે કે કેમ. વધુમાં તેમણે કહ્યું કે, આ વિષયમાં વધુ માહિતી પછીથી આપવામાં આવશે.
કર્ણાટકના આઇટી મંત્રી પ્રિયાંક ખડગેએ રાજ્યની વિધાનસભામાં કહ્યું હતું કે, સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે ચર્ચા કરી રહી હતી. સાથે જ તેમણે લગભગ 3,00,000 વિદ્યાર્થીઓ અને 1,00,000 શિક્ષકોને આવરી લેતા એક "ડિજિટલ ડિટૉક્સ" કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જે સરકારે મૅટા સાથેની ભાગીદારીથી શરૂ કર્યો છે.
જોકે, ખડગેએ કાયદા અંગે વિચારણા થઈ રહી છે કે કેમ અથવા તો કયા વયજૂથ માટે તે લાગુ કરાશે, તેની વિગતો આપી નહોતી.
શું અમલીકરણ શક્ય છે?
આંધ્ર પ્રદેશની સત્તાધારી 'તેલુગુ દેશમ્ પાર્ટી'ના સાંસદ એલ.એસ.કે. દેવરાયલુએ ગયા અઠવાડિયે જ 16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની માગ કરતું ખાનગી સભ્યનું બિલ રજૂ કર્યું હતું. જોકે આવા બિલ કાયદો બનવાની શક્યતા નહિવત્ હોય છે, પરંતુ તે સંસદીય ચર્ચાને ચોક્કસ આકાર આપી શકે છે.
આંધ્ર પ્રદેશ સરકારે વૈશ્વિક નિયમનકારી માળખાનો અભ્યાસ કરવા મંત્રીઓનું એક જૂથ રચ્યું છે અને મૅટા, ઍક્સ, ગૂગલ અને શેરચૅટ જેવાં અગ્રણી પ્લૅટફૉર્મ્સને ચર્ચા માટે આમંત્રિત કર્યાં છે. રાજ્યના આઈટી મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું કે, બાળકો સોશિયલ મીડિયાના "અવિરત ઉપયોગ" તરફ વળી રહ્યાં છે, જેના કારણે તેમની એકાગ્રતા અને શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે.
સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ ક્યારે સહાયરૂપ બને?
એક બિન-નફાકારક સંગઠને 1,277 કિશોરો પર કરેલો સરવે દર્શાવે છે કે ભારતમાં વય આધારિત નિયંત્રણોમાં ઘણી અડચણો છે, કારણ કે મોટા ભાગનાં બાળકો પરિવારના સભ્યોના નામે એકાઉન્ટ ચલાવે છે.
દિલ્હીમાં રહેતા બે પુત્રીઓના પિતા જીતેન્દર યાદવ એક મહત્વના પાસા તરફ ધ્યાન દોરે છે: "માતા-પિતા પોતે બાળકોને પૂરતો સમય આપી શકતાં નથી, એટલે તેમને વ્યસ્ત રાખવા માટે હાથમાં મોબાઈલ ધરી દે છે. સમસ્યાના મૂળ અહીં છે."
આગળ તેઓ કહે છે, "સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ સહાયરૂપ બનશે કે કેમ, તે હું નથી જાણતો. કારણ કે, જ્યાં સુધી માતા-પિતા તેમનાં બાળકોને પૂરતો સમય નહીં આપે કે પછી બાળકોને સર્જનાત્મક રીતે વ્યસ્ત રાખતાં નહીં શીખે, ત્યાં સુધી તેઓ આવા પ્રતિબંધોથી બચી નીકળવાના ઉપાયો શોધતા રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન